• રવિવાર, 09 નવેમ્બર, 2025

એચ-1બી દુરુપયોગ સામે પગલાં

નવી દિલ્હી, તા. 8 : અમેરિકી સરકારે એચ-1બી વિઝા કાર્યક્રમના સંભવિત દુરુપયોગ અંગે તપાસ શરૂ કરી છે. આ તપાસ ઓછામાં ઓછી 175 કંપની માટે કરવામાં આવી છે. શ્રમ વિભાગે સોશિયલ મીડિયા મારફતે કંપનીઓને ચેતવણી આપી છે કે અમેરિકી કંપનીઓની ટેકનિક અને એન્જિનીયરિંગ જેવા ખાસ ક્ષેત્રમાં નોકરી માટે અમેરિકી લોકોને પ્રાથમિક આપવી જોઈએ. અમેરિકી શ્રમ વિભાગ દ્વારા 175 કંપનીની તપાસ કરવામાં આવી છે પણ આ તપાસનું કોઈ પણ પ્રકારનું વિવરણ જાહેર કરવામાં આવ્યું નથી. કહેવાય છે કે તપાસમાં ઘણી ખામી સામે આવી છે. ખામીઓમાં સામે આવ્યું છે કે ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી ધરાવતા અમુક વિદેશી કર્મચારીઓને નોકરીના વિવરણમાં ઉલ્લેખ કરવામાં આવેલા વેતનથી ઘણું ઓછું વળતર આપવામાં આવતું હતું. વધુમાં નિયોક્તાઓએ એચ-1બી વિઝા  ધારકની સેવા સમાપ્ત થયા બાદ પણ અમેરિકી વિભાગને સુચિત કર્યો નહોતો. હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે અપ્રવાસન સુધાર અને નોકરી સંરક્ષણ અંગે મહત્ત્વના નિર્ણયો કર્યા છે. જેમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકી નોકરીઓની રક્ષા અને વિદેશી પ્રોફેશનલ્સની તુલનામાં સ્થાનિક કર્મચારીઓને પ્રાથમિકતા મળવી જોઈએ. ત્યારબાદથી ડીઓએલએ પ્રોજેક્ટ ફાયરવોલ લોન્ચ કર્યો છે. જેનાથી સુનિશ્ચિત કરવામાં આવે છે કે અમેરિકી નાગરીકોને પ્રાથમિકતા મળી રહી છે કે નહીં. ડીઓએલ તરફથી સપ્ટેમ્બર મહિનામાં ફાયરવોલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.  

Panchang

dd