નવી દિલ્હી, તા. 8 : ડીએનએની કુંડળીની
શોધ 1953માં કરનારા દિગ્ગજ વૈજ્ઞાનિક
જેમ્સ ડી. વોટ્સનનું 97 વર્ષીની વયે
નિધન થઈ ગયું હતું. ડીએનએની શોધે ચિકિત્સા, અપરાધની તપાસ, વંશાવળી અને નૈતિક્તાનાં ક્ષેત્રોમાં ક્રાંતિ
લાવી લીધી હતી, પરંતુ જીવનના અંતિમ દિવસોમાં જાતિ આધારિત વિવાદ
સર્જક ટિપ્પણીઓનાં કારણે જેમ્સની ટીકાઓ પણ થઈ હતી. વોટ્સનનો જન્મ છ એપ્રિલ,
1928માં શિકાગોમાં થયો હતો. માત્ર
24 વર્ષની ઉંમરમાં તેમણે ફ્રાંસિસ
ફિક અને મોરિસ બિલ્કિંસસાથે મળીને ડીએનએની સંરચના શોધી હતી. આ શોધ બતાવે છે, આનુવંશિક જાણકારી કેવી રીતે સંગ્રહિત થાય છે,
કોશિકાઓની રચના કેવી રીતે થાય છે, મૃતદેહોની ઓળખમાં
પણ આ શોધ ઉપયોગી બની છે.