• રવિવાર, 09 નવેમ્બર, 2025

ગાંધીધામના શખ્સોએ અમદાવાદના વેપારીને રૂા. 3.60 લાખનો ચૂનો ચોપડયો

ગાંધીધામ, તા. 8 : અમદાવાદના વેપારી પાસેથી ભંગારના સોદા પેટે પૈસા મેળવી માલ કે પૈસા ન આપી ચાર શખ્સે 3.60 લાખની છેતરપિંડી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે ફરિયાદી ભૌમિક ધનજી પટેલે આરોપીઓ પિયૂશ ઉર્ફે કમલ, એજન્ટ ધર્મેન્દ્રસિંહ જાડેજા, શ્રીરામ મિનરલ અને કેમિકલ જગદીશ કુર્મીજયદીપસિંહ જાડેજા સામે છેતરપિંડી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, આરોપીઓએ 18,600 કિલો ભંગારના વેચાણનો સોદો  કર્યો હતો. ભંગાર ખરીદવા માટે શ્રીરામ મિનરલ્સ અને કેમિકલ નામની કંપનીનું જીએસટી વાળું બિલ આપી બંધન બેન્કનાં એકાઉન્ટમાં આરોપીઓએ રૂા. 5.98 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આરોપીઓએ પૈસા મેળવી લીધા બાદ લોખંડનો ભંગાર કે  પૈસા પરત આપ્યા ન હતા અને થોડા દિવસોમાં પૈસા આપી દેશે તેવો વિશ્વાસ આપતા રહ્યા હતા. લાંબા અરસાથી પૈસા ન આપતા ફરિયાદીએ પોલીસ ફરિયાદની ધમકી આપી હતી, જેનાં પગલે આરોપીઓએ અલગ અલગ તારીખે રૂા. 2.38  લાખ પરત આપ્યા હતા તેમાંથી રૂા. એક લાખ પંજાબ સાયબર ક્રાઈમ સેલે  ફ્રીજ કર્યા હોવાનું કહી તે પણ રૂપિયા પરત આપી દેશે તેવી ખાતરીઓ આપી હતી.બાકી નીકળતા 3.60 લાખ પરત આપવાના વાયદા જ કર્યા હતા, પરંતુ રૂપિયા આપ્યા ન હતા. પોલીસે આરોપીઓઁ સામે વિવિધ કલમો તળે ગુનો દર્જ કરીને તપાસ હાથ ધરી છે. 

Panchang

dd