ગાંધીધામ, તા. 8 : અંજાર તાલુકાનાં વરસામેડીમાં
તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી વાસણ સહિતની મતા ચોરી ગયા હતા, જ્યારે ભચાઉ તાલુકાનાં વાંઢિયામાં ખાનગી કંપનીનાં
ગોદામામાંથી તસ્કરો રૂા. 45 હજારની મતા
તફડાવી ગયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ અંજાર તાલુકાનાં વરસામેડીમાં ઘરફોડ ચોરીનો બનાવ
ગત તા. 31/10ના રાત્રિથી તા. 1/11ના સવારના અરસામાં કોઈ પણ સમયે
બન્યો હતો. સાગર રેસિડેન્સીમાં મકાન નંબર 60માં તસ્કરોએ બનાવને અંજામ આપ્યો હતો. મુખ્ય દરવાજાનું તાળું તોડી પીત્તળનાં વાસણો, ઈલેક્ટ્રિક સગડી, ચાર નંગ સાડી, ત્રણ નંગ ડ્રેસ સહિત 22,500ની મતા ચોરી ગયા હતા. ભચાઉ તાલુકાની જંગી સીમમાં આવેલી કંપનીમાં ગત તા. 7ના મોડી રાત્રિના એક વાગ્યાના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો.
વાંઢિયા સીમ વેસ્ટાસ કંપનીનાં ગોદામમાં ખુલ્લામાં રાખવામાં અવેલો રૂા. 45 હજારનો પાવર કેબલ ચોરી જવાયો
હતો. આ મામલે ફરિયાદી હુશેન વલીમામદ ત્રાયાએ
આરોપીઓ દેવજી કમાભાઈ આહીર, વિજય કમાભાઈ કોલી અને દીપક નાગશી
કોલી સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપીઓને
ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.