ભુજ, તા. 8 : મુંદરાના સમાઘોઘાની નદી પાસેથી
ગેરકાયદે રેતી (ખનિજ) ભરેલાં ટ્રેક્ટરને એલસીબીએ ઝડપીને કાર્યવાહી કરી હતી. એલસીબીની
ટીમ મુંદરા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન વાહન તલાસી કરી હતી હતી, ત્યારે સમાઘોઘા નદીમાંથી બહાર આવતા આર.સી.સી.
રોડ પાસે ટ્રેક્ટર નં. જીજે-12-એફએફ-0795વાળાને ઊભું
રખાવી તેમાં ભરેલી રેતી (ખનિજ) આશરે ત્રણ ટન અંગે ચાલક નારણ વાનરિયા (ગઢવી) પાસે પાસ-પરમીટ
માગતાં તે ન હોઇ ટ્રેક્ટરને જપ્ત કરી ખાણ-ખનિજ વિભાગને રિપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી
કરાઇ હતી.