લંડન, તા.11 : ઇંગ્લેન્ડનો સ્ટાર બેટર જો
રૂટ ભારત સામેની ત્રીજી ટેસ્ટના આજે બીજા દિવસે પહેલા દડે જ બુમરાહની ઓવરમાં ચોગ્ગો
ફટકારી પોતાની 37મી સદી પૂરી કરી હતી. આ સાથે જ રૂટ ભારતના દિગ્ગજ બેટધર રાહુલ દ્રવિડની
આગળ થયો છે. તે સૌથી વધુ સદી કરનારા ટેસ્ટ બેટધરોની સૂચિમાં પાંચમા નંબર પર આવી ગયો
છે. જો રૂટની ભારત સામે 60 ઇનિંગ્સમાં
આ 11મી સદી છે. જે સ્ટીવન સ્મિથ સાથે સંયુકતરૂપે
સૌથી વધુ છે. સ્મિથે ભારત સામે 46 દાવમાં 11 સદી કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં
સૌથી વધુ વિશ્વ રેકોર્ડ ભારતના મહાન બેટર સચિન તેંડુલકરના નામે છે. તેણે 200 મેચમાં પ1 સદી કરી છે. આ સૂચિમાં બીજા સ્થાને દ. આફ્રિકાનો
જેક કેલિસ (166 મેચમાં 4પ સદી),
ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાનો રીકિ પોન્ટિંગ (168 મેચમાં 41 સદી) અને ચોથા સ્થાને શ્રીલંકાનો
કુમાર સંગકારા (134 ટેસ્ટમાં
38 સદી) છે. જો રૂટ 1પ6 મેચમાં 37 સદી સાથે
પાંચમા ક્રમે આવી ગયો છે. રાહુલ દ્રવિડની 164 ટેસ્ટ મેચમાં 36 સદી હતી. જો રૂટે 37મી સદી સમાપ્ત કર્યાં પછી બુમરાહના દડામાં 104 રને કલીન બોલ્ડ થયો હતો.