• શનિવાર, 12 જુલાઈ, 2025

આપનો દાવો, ગુજરાતમાં પરિવર્તન નક્કી

ભુજ, તા. 11 : વિસાવદરમાં જીત મેળવ્યા બાદ `વિજય સંદેશ યાત્રા' દ્વારા આમ આદમી પાર્ટીએ પરિવર્તનનો સંદેશ ફેલાવવા અને લોકો સાથે સીધો સંવાદ સ્થાપવાના હેતુથી ભુજ ખાતે રેલી યોજી હતી. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ 2027માં સમગ્ર રાજ્યમાં વિસાવદરવાળી થવાનું જણાવી સમગ્ર રાજ્યમાં પરિવર્તન નક્કી હોવાનું કહ્યંy હતું. કાર્યક્રમના પ્રારંભે સ્વામી વિવેકાનંદની મૂર્તિને હારારોપણ કર્યા બાદ રેલી શરૂ કરાઈ હતી. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ વિસાવદરમાં જીત બાદ આપના શાસન માટે પ્રયત્નશીલતા દર્શાવી હતી અને આગામી સમયમાં ગોપાલભાઈ ઈટાલિયા જેવા મજબૂત અગ્રણીઓ પક્ષ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતાં તૂટેલા રસ્તાઓ તેમજ વણઉકેલાયેલા કૃષ્ણાજી પુલના પ્રશ્નોથી લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યાનો સૂર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મંત્રીઓની સવલતો, ખેડૂતો, બેરોજગારી, ઉદ્યોગોને સંલગ્ન પ્રશ્નોને વણી લેતાં ગુજરાતના પ્રશ્નો બાબતે જાહેરમાં ડિબેટ માટે મુખ્યમંત્રી તથા સી.આર. પાટિલને પડકાર ફેંક્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે, મતદાનની તાકાત શું છે તે વિસાવદરના મતદારોએ આપેલાં પરિણામ સાથે આપ ગામડે- ગામડે ફરે છે અને આગામી જિલ્લા પંચાયત અને 227 પંચાયત ચૂંટણીમાં પણ આપ સરકાર આવશે તેવી મક્કમતા તેમણે વ્યક્ત કરી હતી.  આ કાર્યક્રમમાં સંગઠનમંત્રી સાગરભાઈ રબારી, કચ્છ મોરબી પ્રભારી સંજયભાઈ બાપટ, કચ્છ પ્રભારી ડો. નેહલ વૈદ્ય, કચ્છ લોકસભા પ્રભારી ગાંગજી મહેશ્વરી, પશ્ચિમ કચ્છ પ્રમુખ જુજારદાન ગઢવી, પૂર્વ પ. કચ્છ પ્રમુખ ડો. ડાયના કંસારી આશા, પ્રવક્તા પ. કચ્છ ભુજ રાજિવ લોંચા વિ. ઉપસ્થિત રહ્યા હતા. રેલી કૃષ્ણાજી પુલથી થઈને બસ સ્ટેશન, હોસ્પિટલ રોડથી જ્યુબિલી સર્કલ અને બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ટાઉનહોલ સુધી પૂર્ણ કરાઈ હતી. 

Panchang

dd