• શનિવાર, 12 જુલાઈ, 2025

સ્વિયાતેક અને એનિસિમોવા વચ્ચે આજે ફાઇનલ ટક્કર

લંડન, તા. 11 : અમેરિકાની 13મા ક્રમની અમાંડા એનિસિમોવા અને પોલેન્ડની આઠમા ક્રમની ઇગા સ્વિયાતેક વચ્ચે શનિવારે ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન મહિલા સિંગલ્સનો ફાઇનલ મુકાબલો રમાશે. બીજી સેમિફાઇનલમાં ઇગા સ્વિયાતેકે બેલિંડા બેનચિચ વિરુદ્ધ 6-2 અને 6-0થી શાનદાર વિજય મેળવ્યો હતો. પાંચ વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સ્વિયાતેક વિમ્બલ્ડન ફાઇનલમાં પહેલીવાર પહોંચી છે જ્યારે 23 વર્ષીય અમેરિકી ખેલાડીએ પહેલી સેમિફાઇનલમાં અપસેટ કરીને બેલારૂસની નંબર વન ખેલાડી આર્યના સબાલેન્કા સામે 6-4, 4-6 અને 6-4થી વિજય મેળવીને પહેલીવાર કોઇ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

Panchang

dd