ભુજ, તા. 11 : નખત્રાણા તાલુકાના નેત્રા ગામમાં
રહેતા પ્રતીક વિનોદભાઈ જોશી (ઉ.વ. 25) નામના યુવાને કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, હતભાગી
પ્રતીકે કોઈ અકળ કારણે પંખામાં કાપડના પટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને સારવાર
માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને
મૃત જાહેર કર્યો હતો. નખત્રાણા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આ યુવાને કયા કારણે
અંતિમ પગલું ભર્યું તે જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.