• શનિવાર, 12 જુલાઈ, 2025

વ્યવસ્થાપનની ક્ષમતાને ઉજાગર કરતું કચ્છ મેનેજમેન્ટ એસોસીએશન

ગાંધીધામ, તા. 11 : ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ દેશના પશ્ચિમી ક્ષેત્રમાં મહાબંદરની  જરૂરિયાત સામે કંડલા મહાબંદર ધમધમતું થયું. પોર્ટ  આધારીત આ શહેરમાં   દેશની સૌથી મોટી સહકારી સંસ્થા પણ આ સંકુલમાં સ્થપાઈ પોર્ટ આધારીત આયાત-નિકાસ  ક્ષેત્રનો વ્યવસાય ગાંધીધામ સંકુલમાં  આરંભથી જ ધમધમતો થયો, તેના થકી ગાંધીધામ કોમ્પ્લેક્સને કચ્છના આર્થિક પાટનગરનું બિરુદ મળ્યું છે. માત્ર કંડલા સંકુલ જ નહીં, પરંતુ સમગ્ર કચ્છને વ્યવસ્થાપન ક્ષેત્રનો બહોળો અનુભવ મળે તે હેતુથી  ગાંધીધામમાં કચ્છ મેનેજમેન્ટ એસોસીએશનની સ્થાપના કરવામાં આવી. ચાર દાયકા જૂની આ સંસ્થા આજે કચ્છમાં  મેનેજમેન્ટની ક્ષમતાને ઉજાગર  કરવા માટે કટિબદ્ધ બની  છે. - સ્થાપના ઉપર એક નજર : ગાંધીધામ સંકુલમાં વિવિધ ટ્રેડ કોમર્સ ઈન્ડટ્રીઝ સાથે જોડાયેલા  બુદ્ધિજીવીઓએ મેનેજમેન્ટના કૌશલ્ય ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે કેટલું મહત્ત્વનું છે. આ સંસ્થાની સ્થાપના માટે કંડલા પોર્ટના ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન પલસુલે અને  પોર્ટના અન્ય ઉચ્ચ અધિકારીઓએ  આ બાબતે વિચાર-વિમર્શ કર્યો અને ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસીએશન સાથે જોડાઈને વર્ષ 1985માં કચ્છ મેનેજમેન્ટ એસોસીઅશેનની સ્થાપના કરી. માત્ર કંડલા કોમ્પ્લેક્સ જ નહીંસમગ્ર કચ્છને ભવિષ્યમાં લાભ મળતા રહે તેવા દૃષ્ટિકોણ સાથે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. - વિવિધ સંગઠનોનો સહયોગ : તત્કાલ સમયે વર્ષ 1985માં  ટ્રેડ, કોમર્સના મીટા, પરિવહન, બેન્કિંગ, ટિમ્બર, ઈફ્કો, શિપિંગ ઉદ્યોગકારો, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ  તેમજ વિવિધ વ્યયસસાયકારો જોડાયા અને આ સંગઠનને વેગવંતું બનાવવા માટે સક્રિય યોગદાન આપ્યું. - કુદરતી આપત્તિની તક ઝડપી  : સ્થાપના બાદ  સમય આગળ વધતો ગયો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ કચ્છ મેનેજમેન્ટ એસોસીએશનની પ્રગતિને આગળ વધારવા માટે યોગદાન આપતા રહ્યા. 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપ આવ્યો. આ કુદરતી હોનારતની  તક  એસોસીએશન દ્વારા ઝડપી લેવામાં આવી. વેપાર ઉદ્યોગને  કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓનો વધુ લાભ મળે તે માટે વિવિધ ઉદ્યોગના નિષ્ણાતોને એક છત નીચે લાવી દેશની સૌથી મોટી ખાતરની સહકારી સંસ્થા ઈન્ડિયન ફાર્મર  ફર્ટિલાઈઝર એસોસીએશન  (ઈફ્કો) દ્વારા જવાબદારી ઉપાડવામાં આવી હતી અને સંગઠન વધુ સક્રિયતાથી આગળ વધ્યું. - ભવન નિર્માણનો આંરભ : કચ્છ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા સ્થાનિક સંસ્થા સિંધુ સદસ્યતા સંગઠન સાથે મળીને સંકુલમાં ભવ્ય ભવનનાં નિર્માણની દિશામાં કામગીરી આરંભી. ડિજિટલ કલાસરૂમઓડિટોરીયમ, ટ્રેનિંગ સેન્ટર, અત્યાધુનિક ટેક્નોલોજી સાથેના ભવન નિર્માણનો આરંભ કરાયો. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વેપારીઓ, રાજકીય આગેવાનોકેન્દ્ર, રાજ્યના  અધિકારીઓ આ સંસ્થાના સભ્ય પદે જોડાયા અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને જોડવાની નેમ લીધી. સૌના અથાગ પ્રયત્નોથી  અગ્રણીઓનો આર્થિક સહયોગ મળતો ગયો અને ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સના  લોકોએ દિલથી  સહયોગ આપીને આ સંસ્થાનું સિંચન કર્યું છે. આ ભવનમાં આગામી સમયમાં અદ્યતન ઓડિટોરીયમમીડિયારૂમ, ઈ-લાયબ્રેરી જેવી અદ્યતન સુવિધાઓ સાથે વધુ સજ્જ બનાવવાની એસોસીએશનની નેમ છે. સંસ્થા દ્વારા ગાંધીધામમાં વ્યવસ્થાપન સંબંધી વિવિધ કાર્યક્રમો યોજાતા  રહ્યા છે. આગામી સમયમાં પણ વિવિધ વેપાર  ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યાવસાયીકો, ધર્મગુરુઓ, મોટીવેશનલ સ્પીકરો વિગેરેને આમંત્રિત કરીને  વિદ્યાર્થીઓને મેનેજમેન્ટનું શ્રેષ્ઠ માર્ગદર્શન આપવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ  ધરાશે. કચ્છની ભૂમિમાં તેજ અને વેપાર  ઉદ્યોગની વ્યાપક ઊર્જા ધરબાયેલી છે. તેને કચ્છ મેનેજમેન્ટ એસોસીએશન જવાબદારીપૂર્વક  ઉજાગર કરશે અને સરકારી, અર્ધસરકારી, કેન્દ્ર, અને વહીવટી તંત્રને સાથે રાખીને કચ્છના વેપાર ઉદ્યોગને એક મહત્ત્વનું પ્લેટફોર્મ આપવા માટે એસોસીએશન કટિબદ્ધ છે. 

Panchang

dd