• શનિવાર, 12 જુલાઈ, 2025

મેઘમહેરથી ભીખુઋષિ તળેટીનું સૌંદર્ય ખીલ્યું

વિથોણ, તા. 11 : નખત્રાણા તાલુકામાં શ્રીકાર વરસાદને કારણે ડુંગરોના અલુપ્ત ઝરણાઓ વહેવા લાગ્યા છે. દુર્લભ વનસ્પતિઓ અંગડાઇ લઇને ઊગી નીકળતાં સીમાડો દીપી ઊઠયો છે. ભીખુઋષિ ડુંગરા (સાંયરા)ની તળેટીમાં  ઝરણાના ખળખળાટ અને પક્ષીઓના ટહુકાથી ડુંગર ગુંજી ઊઠે છે. વરસાદ પછી ડુંગર વિસ્તારમાં આવેલા  વૃક્ષો ખેર, બાવળ, બોરડી, કંઢો, ગુંદી, ગાંગેટી, કુંઢેરિયા, થુવર ઉપરાંત અનેક પ્રકારની ઉપયોગી ઔષધિઓ પાંગરવા લાગી છે. યક્ષ મંદિરથી ભીખુઋષિ તળેટી વિસ્તાર માત્ર બે કિ.મી.ની દૂરી ઉપર છે અને દેવપર ચોકડીથી પણ એટલું જ અંતર છે. તળેટીમાં બાગ બગીચા, જાતજાતના દેશી વૃક્ષો રંગબેરંગી ફૂલોનાં ઝાડ, પર્યાવરણ અને પ્રકૃત્તિપ્રેમીઓ માટે બેસવાની સુવિધાઓ, વિશાળ સભાખંડ, સાધના કુટિર, ભોજન કક્ષની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. દર રવિવારે અહીં સહેલાણીઓ અને પ્રકૃત્તિપ્રેમીઓની ભીડ ઊમટે છે. ડુંગર ઉપર બિરાજમાન સાંયરી માતાના મંદિરે જવા 1400 જેટલાં પગથિયાં  ચઢવાં પડે છે. 

Panchang

dd