• શનિવાર, 12 જુલાઈ, 2025

ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેનારા શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 11 : શહેરની શનિવારી બજારના મેદાનની પાળી ઉપર બેસીને આંકડો લેનાર શખ્સની પોલીસે અટક કરી તેની પાસેથી રોકડ રૂા. 1620 જપ્ત કર્યા હતા. શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેનાર હર્ષદ જયંતી સથવારા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સ શનિવારી બજારના મેદાનની પાળી ઉપર બેસીને લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને ઝડપી પાડયો હતો. તેની પાસેથી રોકડ રૂા. 1620 તથા આંકડાનો સાહિત્ય જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સ ઉપર કોને આંકડો લખાવતો હતો તે બહાર આવ્યું નથી. 

Panchang

dd