લંડન, તા. 11 : સ્પેનનો વિશ્વ નંબર વન ખેલાડી
કાર્લોસ અલ્કારાઝ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનના મેન્સ સિંગલ્સમાં સતત
ત્રીજીવાર ફાઇનલમાં પહોંચ્યો છે અને હવે તેની પાસે ખિતાબની હેટ્રિક સર્જવાની તક છે. બીજી તરફ ઈજાગ્રસ્ત નોવાક જોકોવિચ સામે જીતીને યાનિક
સિનર પહેલીવાર ઓલ ઈંગ્લેન્ડ કલબની ફાઈનલમાં પહોંચ્યો હતો. હવે સિનર અને અલ્કારાઝ વચ્ચે
ફાઈનલ મુકાબલો ખેલાશે. સિનરે 6-3, 6-3, 6-4થી જીત મેળવતાં સળંગ સેટોમાં હાર સાથે દિગ્ગજ ટેનિસ સ્ટાર જોકોવિચનું
આઠમો વિમ્બલ્ડન ખિતાબ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. આજે રમાયેલા પહેલી સેમિફાઇનલમાં
કાર્લોસ અલ્કરાઝનો અમેરિકાના પાંચમા ક્રમના ખેલાડી ટેલર ફિટ્જ વિરુદ્ધ 6-4, પ-7, 6-3 અને 7-પથી વિજય થયો છે. આ સાથે જ અલ્કારાઝ ત્રીજીવાર
વિમ્બલ્ડનના ફાઇનલ મુકાબલામાં પહોંચીને રાફેલ નાદાલની બરાબરી કરી છે. સ્પેન તરફથી નાદાલ
પણ ત્રણ વખત વિમ્બલ્ડન ફાઇનલ રમ્યો છે અને બે વખત ચેમ્પિયન બન્યો છે. જો અલ્કરાઝ ત્રીજીવાર
વિજેતા બનશે તો તે નાદાલથી આગળ થશે. રવિવારે રમાનારા ફાઇનલ મુકાબલામાં અલ્કરાઝની ટકકર
જોકવિચ અને સિનર વચ્ચેની બીજી સેમિફાઇનલના વિજેતા સામે થશે.