• ગુરુવાર, 03 જુલાઈ, 2025

સૌરાષ્ટ્ર અન્ડર-16ના ફિટનેસ કેમ્પમાં કે.સી.એ. ભુજના ખેલાડીની પસંદગી

ભુજ, તા. 2 : સૌરાષ્ટ્ર અન્ડર-16 ટીમના ફિટનેસ કેમ્પમાં કે.સી.એ. ભુજના ખેલાડી અનિશ કેરાઇની પસંદગી કરાઇ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોનિયેશન દ્વારા  તાજેતરમાં રમાયેલી આંતર જિલ્લા અન્ડર-16 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કે.સી.એ.ના અનિશે બે મેચમાં 17 વિકેટ લઇને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. પરિણામે અનિશની હાલમાં રાજકોટ ખાતે શરૂ થતા ઓફ સિઝન ફિટનેસ કેમ્પ માટે પસંદગી કરાઇ છે. અનિશને કચ્છ ક્રિકેટ એસો-શિયેશનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરત ધોળકિયા, મંત્રી અતુલ મહેતા, સહમંત્રી પ્રવીણ હિરાણી, અશોક મહેતા, ગિરીશ ઝવેરી, નવલસિંહ જાડેજા, મહિપતસિંહ રાઠોડ, નવલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, મહેશ પંડયા, અમિત રાઠોડ અને ભવ્ય ઠક્કરે બિરદાવ્યો હતો. 

Panchang

dd