લંડન તા.2 : ગ્રાંડસ્લેમ
ટેનિસ ટૂર્નામેન્ટમાં સેન્ટર કોર્ટ પર ઓલિવર ટાર્વેટને 6-1, 6-4, 6-4 થી હરાવીને કાર્લોસ અલ્કારાઝે
મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. જ્યારે ચેક રિપબ્લિકની મેરી બોઝકોવાને હરાવીને આર્યના સબાલેન્કાએ
ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. હવે તે ફ્રાન્સિસ ટિયાફો કેમેરોન નોરી સામે રમશે, ભારતના યુકી ભામ્બ્રી અને રોબર્ટ ગેલોવેએ મેન્યુઅલ
ગિનાર્ડ અને રોમેન આર્નેઓડોને 7-6 (10-8), 6-4થી હરાવીને પુરુષ ડબલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ઉલટફેરનો
ક્રમ યથાવત રહ્યો હોય તેમ મહિલા વિભાગની બીજા ક્રમની તથા ફ્રેંચ ઓપન ચેમ્પિયન કોકો
ગોફ પહેલા રાઉન્ડની આંચકારૂપ હાર સાથે વિમ્બલ્ડનની બહાર થઈ છે, બીજી તરફ પેટની સમસ્યા છતાં નોવાક જોકોવિચ ચાર
સેટની લડત પછી બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે, જ્યારે બે વખતની પૂર્વ
ચેમ્પિયન પેત્રા ક્વિતોવાએ પહેલા રાઉન્ડની હાર પછી વિમ્બલ્ડન ટૂર્નામેન્ટને અલવિદા
કર્યું હતું. રોહન બોપન્ના અને સેન્ડર ગિલની જોડી રાઉન્ડ 1 માં ટિમ પુટ્ઝ અને કેવિન ક્રાવિટ્ઝ સામે
3-6, 4-6 થી હારી ગયા બાદ મેન્સ ડબલ્સમાંથી
બહાર થઈ ગઈ છે. જોકોવિચને પેટની સમસ્યાને લીધે બે વખત તબીબી સારવાર લેવી પડી હતી. અંતમાં
તેનો એલેકઝાંડર મુલર સામે 6-1, 6-7, 6-2 અને 6-2થી વિજય થયો
હતો, જ્યારે ગયા વર્ષે અહીં સેમિ સુધી પહોંચનાર સાતમા
નંબરનો ખેલાડી લોરેંજ મુસેટ્ટી પણ પહેલા રાઉન્ડથી આગળ વધી શકયો ન હતો. તેને 126મા નંબરના ખેલાડી નિકોલોજ બેસિલશવિલીએ
બહારનો રસ્તો દેખાડયો હતો. મહિલા સિંગલ્સમાં
ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી અમેરિકી ખેલાડી કોકો ગોફ પણ પહેલા રાઉન્ડમાં હારી બહાર
થઇ છે. તેણીને દયાના યાત્રેસ્કાએ 7-6 અને 6-1થી હાર આપી
મેજર અપસેટ કર્યો હતો. વિમ્બલ્ડનના પહેલા બે દિવસમાં 23 ક્રમાંકિત ખેલાડી હારીને બહાર થઇ ચૂકયા છે.