બિદડા (તા. માંડવી), તા. 2 : આ ગામે 151 વર્ષ જૂની સંસ્થા કચ્છ બિદડા
વીશા ઓસવાળ જૈન મહાજન સંચાલિત બિદડા પાંજરાપોળ અને ગૌશાળાના દાતા પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત
પૂજનથી ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ દિનેશભાઈ દેઢિયાએ સ્વાગત
પ્રવચન કરી સંસ્થાની માહિતી આપી હતી. દાતા રાજુભાઇ છેડાએ સંસ્થાને બિરદાવી વધારે ને
વધારે ગૌવંશ બચે એવા પ્રયત્નો કરવાની નેમ વ્યક્ત કરી હતી. સંસ્થાના પ્રમુખ શાંતિલાલ
દેઢિયાએ સર્વે દાતાઓ અને શ્રેષ્ઠીઓ અને આ કાર્યમાં સહયોગી થનારા તમામનો આભાર વ્યક્ત
કર્યો હતો. આજના કાર્યાલય-ઓફિસના સંપૂર્ણ દાતા
જયાબેન વિશનજી પાલણ મારૂ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો,
ભૂમિપૂજન માધવી અને જીનેશ દેઢિયાએ
કર્યું હતું. આ પ્રસંગે જયાબેન વિશનજી મારૂ,
રમેશભાઈ મહેતા, રાજેશ હિરજી છેડા, માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી અને નાયબ મામલતદાર વિજયાસિંહ જાડેજાનું સન્માન
કરાયું હતું. આ તકે ઉપસ્થિત ડો. મયૂર મોતા, વલ્લભજી દેઢિયા,
હેમંતભાઈ રાંભિયા, ડો. પંકજ ફુરિયા, પરેશ દેઢિયા, ખુશાલ વીરા, નરેશભાઇ
નંદુ, નેમજીભાઈ છેડા, નવીનભાઈ વોરા સહિત
ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ શાંતિલાલ દેઢિયાનાં માર્ગદર્શન હેઠળ હરેશભાઈ મારૂ,
હિરેન ફુરિયા, શશિકાંત છેડા સહિતે વ્યવસ્થા સંભાળી
હતી. સંચાલન દિનેશભાઈ દેઢિયા અને અનંતગિરિ ગોસ્વામીએ સંભાળ્યું હતું. શાસ્ત્રોક્તવિધિ
કન્હેયા મારાજે કરી હતી.