ભુજ, તા. 2 : શહેરના જૂના રેલવે સ્ટેશન માર્ગે
ગોધરાવાળી ધર્મશાળાની બાજુની ગલીમાં ખુલ્લામાં
તીનપત્તીનો જુગાર રમતી મહિલા સહિત ત્રણને પોલીસે
ઝડપી પાડયા હતા. આજે શહેરની ગોધરાવાળી ધર્મશાળાની બાજુમાં ગલીમાં આરોપી મુસા ઇસ્માઇલ
કાચાનાં મકાનની બાજુમાં ખુલ્લામાં ગંજીપાના
વડે તીનપત્તીનો જુગાર રમતા મુસા ઉપરાંત જુમા
હુસેન કાચા તથા શકીનાબેન ઇસ્માઇલ કાચાને રોકડા રૂા. 4470ના મુદ્દામાલ સાથે બી-ડિવિઝન
પોલીસે ઝડપી કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી
કરી હતી.