• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

આજે બ્રિટન સામે ભારતીય હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલ

નવી દિલ્હી, તા. 3 : ભારતીય હોકી ટીમનો સુવર્ણ સમય ફરી એક વખત પરત આવતો દેખાઇ રહ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને કેપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલની મદદથી ભારતીય પુરૂષ હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામે જે અંદાજમાં 3-2થી જીત મેળવી તે પ્રશંસાને પાત્ર છે. 1972 બાદ ઓલિમ્પિકમાં પહેલી વખત ભારતને ઓસ્ટ્રેલિયા સામે જીત મળી છે.  પેરિસ ઓલિમ્પિકમાં હવે આજે કવાર્ટર ફાઈનલમાં ભારતનો મુકાબલો બ્રિટન સામે થવાનો છે. જેમાંથી વિજેતા સેમિફાઈનલમાં પ્રવેશ મેળવશે.  પેરિસ ઓલિમ્પિકમાં કૃત્રિમ મેદાન ઉપર ઓસ્ટ્રેલિયા ઉપર ભારતની પહેલી જીત પણ હતી. અભિષેક દ્વારા 12મી મિનિટે ઁચનો પહેલો ગોલ કરવામાં આવ્યા બાદ ભારત માટે ડ્રેગ ફિલકર હરમનપ્રીતે એક શોર્ટ કોર્નર અને એક પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલ્યા હતા. આ દરમિયાન થોમસ ક્રેગ અને બ્લેક ગ્રોવર્સે ઓસ્ટ્રેલિયાની ટીમ માટે ગોલ કર્યા હતા. ભારતીય ટીમ મેદાન ઉપર ઉતરી ત્યારે અલગ જ અંદાજમાં જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયન સર્કલમાં ઘુસવાથી લઈને ડિફેન્સમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. ત્રીજી મિનિટે શમશેર સિંહે ગોલ ઉપર એક શોટ રમ્યો હતો. જો કે આ બોલને ગોલકીપર એન્ડ્રુ ચાર્ટરે બચાવી લીધો હતો. આ એક રીતે ચેતવણી જ હતી. મેચના અંતિમ ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયા મેદાન ઉપર આક્રમક બન્યું હતું અને ગોલની તલાશમાં હતું. જો કે ભારતીય રક્ષકો અને મિડફિલ્ડરોએ જોખમ ઘટાડી દીધું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમના સતત આક્રમણ છતા ભારત હૂટર વાગવા સુધીમાં મેચ 3-2થી જીતવામાં સફળ રહ્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang