• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

વડાલાની વાડીમાં કારમાંથી 4.31 લાખનો શરાબ જપ્ત

ભુજ, તા. 6 : મુંદરા તાલુકાનાં વવાર ગામે નર્મદા કેનાલથી વડાલા તરફ જતા કાચા માર્ગે વડાલાની સીમમાં આવેલી વાડીમાંથી વવારના રતન સુમાર બારોટને સ્વિફ્ટ ગાડીમાં 4.31 લાખના ભરેલા શરાબ સાથે એલ.સી.બી.એ ઝડપી લીધો હતો. જ્યારે સહઆરોપી ભરત રતન ગઢવી (વવાર) હાજર મળ્યો ન હતો. આ દરોડા અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ નાથવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાનાં પગલે એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એચ. આર. જેઠી અને પી.એસ.આઇ. જે. બી. જાદવની સૂચના-માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ, પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા કોન્સ. રામજીભાઇ રબારી અને મહેશભાઇ ચૌહાણ મુંદરા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમી મળી હતી કે, વડાલાની સીમમા આવેલી માણશી ગઢવીની વાડીમાં રતન ગઢવીએ તેની સ્વિફ્ટ ગાડીમાં દારૂનો જથ્થો ભર્યો છે જે સગેવગે કરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે દરોડો પાડીને આરોપી રતન સુમાર બારોટ (ગઢવી)ને તેના કબજાની સ્વિફ્ટ કાર નં. જીજે-12-સીડી-2995 કિં. રૂા. ત્રણ લાખવાળીમાં ભરાયેલી અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ નંગ 420 તથા 528 બિયરનાં ટીન એમ કુલ રૂા. 4,30,944નો શરાબનો જથ્થો તેમજ પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ એમ કુલ રૂા. 7,35,944ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.  આ દારૂ બાબતે ઝડપાયેલા રતનની પૂછતાછ કરતાં આ શરાબ તેને ભરત રતન ગઢવી (રહે. વવાર)એ આપ્યાનું જણાવ્યું હતું. એલસીબીએ પ્રોહિ. એક્ટ તળે બંને આરોપી વિરુદ્ધ મુંદરા મરિન પોલીસે ગુનો દાખલ કરાવી આરોપી અને મુદ્દામાલ સોંપ્યો હતો. 

Panchang

dd