ભુજ, તા. 6 : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ
દ્વારા દિવાળી નિમિત્તે `સ્નેહમિલન
કાર્યક્રમ'માં કોંગ્રેસ કાર્યકરો દ્વારા
એકબીજાને નૂતનવર્ષના શુભેચ્છા સંદેશ પાઠવી આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં
કોંગ્રેસની જીત નિશ્ચિત છે તેવો સૂર વ્યક્ત કરી દાવો કરાયો હતો. ટાઉનહોલ ખાતે યોજાયેલા
આ કાર્યક્રમમાં પ્રમુખ વી.કે. હુંબલે કોંગ્રેસના કાર્યકરો તથા સર્વે કચ્છીજનોને નવા
વર્ષની શુભેચ્છા પાઠવી હતી, ઉપસ્થિત મંચસ્થો તથા સભાજનોનું સ્વાગત
સન્માન કરાયું હતું. સત્તાપક્ષને આડે હાથ લેતાં તેમણે આકરા પ્રહારો કર્યા હતા,
તો વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આગામી સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ
પક્ષ વધુ મજબૂત બનીને જીત મેળવશે તેવો દાવો કર્યો હતો. રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવીની
આજની સરહદી મુલાકાતને કેન્દ્રમાં રાખીને શ્રી હુંબલે કહ્યું હતું કે, સીમાવર્તી વિસ્તારમાં દારૂ વિ. કયાંથી આવે છે તેની તપાસ કરવી જરૂરી છે. આ ઉપરાંત
કચ્છના લોકોના પ્રાણ પ્રશ્ન જેવા કે આરોગ્ય, શિક્ષણઘટ,
નર્મદા નીર, ગુજરાત સહિત કચ્છના ખેડૂતોના લેણા
માફ કરવા કટિબદ્ધતા દર્શાવી હતી. કચ્છને સિવિલ હોસ્પિટલ મળે, રસ્તાકામો થાય અને સામાન્ય જનતા તથા એસોસીએશનને 50 ટકા ટોલટેક્સમાં રાહત મળે તે
વિષય પર ચોક્કસ પગલાં લેવાની ખાતરી આપી હતી. આગામી 17મી નવેમ્બરથી સંમેલનો-સ્નેહમિલનો યોજાશે તેમજ 25મી નવેમ્બરથી જનઆક્રોશ સભા યોજાશે તેવી
જાહેરાત કરી હતી. ઉપરાંત નર્મદા નીર પ્રશ્ન બાબતે જગદીશ વિશ્વકર્માને ડિબેટ માટે ચેલેન્જ
આપી હોવાનું જણાવ્યું હતું. માજી ધારાસભ્ય શિવજીભાઈ આહીરે આ અવસરે નાનામાં નાના માણસો
માટે કામ કરીએ તેવી પ્રતિજ્ઞા લઈ એક બની આગળ વધવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. માજી સાંસદ
ઉષાબેન ઠક્કરે કહ્યું હતું કે, મોંઘવારી
વધતી જાય છતાં કોઈ બોલતું નથી. કોંગ્રેસે આ વાત લઈને મતદારો સુધી જવું પડશે. મતલબ રાખ્યા
વગર આપણે એક થઈને ભાજપ સામે લડવું પડશે. મંચસ્થ અગ્રણીઓ માજી ધારાસભ્ય મહેશભાઈ ઠક્કર,
આદમભાઈ ચાકી, નવલસિંહ જાડેજા, યજુવેન્દ્રસિંહ જાડેજા, ભચુભાઈ આરેઠિયા, અરજણ ભુડિયા, અમીરઅલી લોઢિયા, રાજેન્દ્રસિંહ
જાડેજા, મામદ જુંગ જત, ડો. શાંતિલાલ સેંઘાણી,
વાલજીભાઈ દનિચા, રસીદ સમા, હાજી તકીશા બાવા, હાજી સલીમ જત, ઈબ્રાહીમ મંધરા, સુરેશસિંહ જાડેજા, મીનાબા, દેશુભા જાડેજા, નારાણભાઈ
બળિયા, હાજી જુમા રાયમા, જુમા નોડે,
જયવીરસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જેઠવા,
રફીક મારા વિ. દ્વારા દીપપ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
અશરફશા બાવા, નીતેશ લાલણ, ભરત સોલંકી,
વેરશી મહેશ્વરી, પી.સી. ગઢવી, કલ્પનાબેન જોશી, રાધાસિંગ ચૌધરી, પુષ્પાબેન સોલંકી, આઈશુબેન સમા, યોગેશ પોકાર, ઈકબાલ મંધરા, પન્નાભાઈ
રબારી, વિભાભાઈ રબારીએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. તાલુકા
શહેર પ્રમુખો રાજેશ આહીર-નખત્રાણા, અનવર મંધરા-અબડાસા,
ઈબ્રાહીમ કુંભાર-લખપત, લખમીર રબારી, અરવિંદસિંહ જાડેજા, વલ્લભ વેલાણી, દેવેન્દ્રસિંહ જાડેજા, વિરમ ગઢવી, લાખાજી સોઢા, શંભુભાઈ ડાંગર, યુવરાજસિંહ
વાઘેલા, ભરત ગુપ્તા, દેવેન્દ્રસિંહ ઝાલા,
મનજી રાઠોડ, ખીમાભાઈ ઢીલા, ભીખુભાઈ સોલંકી, અશોક રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું
સંચાલન રામદેવસિંહ જાડેજા અને ગનીભાઈ કુંભાર તથા વ્યવસ્થા અંજલિબેન ગોર, રૂષિરાજ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, વિ. સંભાળી હતી. આભારવિધિ કિશોરદાન ગઢવીએ કરી હતી.