મુંદરા, તા. 6 : ભારતીય કિસાન સંઘ, કચ્છ
યોજિત કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન અંતર્ગત કિસાન રથયાત્રા લાભપાંચમના ભચાઉ તા.ના
કુંજીસરથી શરૂઆત બાદ અત્યાર સુધીમાં 100થી વધુ ગામોમાં ફરી ચૂકી છે. બે તાલુકાઓમાં રથ પ્રવાસ પૂર્ણ
કરી ચૂક્યો છે, જ્યારે અંજાર તાલુકામાં
ફરી રહ્યો છે અને બીજો રથ માંડવી બાદ થોડા સમયમાં મુંદરા તાલુકામાં આગમન કરશે. સમગ્ર
કચ્છમાં 600 ગામડાંઓમાં
પહોંચવાનું લક્ષ્ય છે. આગેવાનોના જણાવ્યા
મુજબ, અગાઉ
વોંધ સહિત ભચાઉ તા.માં રથયાત્રા નીકળી ત્યારે
ટાવરલાઇન, ખાતર,પાક વીમા યોજના, સિંચાઈ પાણીની સમસ્યાઓની હોદ્દેદારો
પાસે રજૂઆત થઈ હતી. દરેક ગામોમાં મોટી સભાઓનું આયોજન થઈ રહ્યું છે, જેમાં સમગ્ર તાલુકામાંથી ખેડૂતો હાજર
રહેવા સાથે વિવિધ પ્રશ્નોની ચર્ચા થાય છે. સંગઠનના આગેવાનો દ્વારા આ બાબતે અત્યાર સુધી
સરકાર સમક્ષ થયેલી રજૂઆતોનું વિશ્લેષણ કરાયું અને સરકાર 10 પ્રશ્નોના ઉકેલ ન લે તો ભુજ
મધ્યે દોઢ લાખની સંખ્યા ભેગી કરવા નિર્ણય લેવાયો હતો. રથયાત્રા દરમિયાન ભારતીય કિસાન સંઘના કચ્છ પ્રમુખ
કરમણ ગાગલ, લડતના કન્વીનર શિવજી બરાડિયા,
જિલ્લા ઉપપ્રમુખ ભચાભાઈ માતા અને રામજી છાંગા, જિલ્લા સદસ્ય ડાયાભાઈ ચાવડા,
તાલુકાના સહપ્રચાર પ્રમુખ જયરામ શેખાણી , દામજી
બાળા, ભચાઉ તા. પ્રમુખ દેવજી છાંગા, રાજેશ ઢીલા,
ખીમજી માતા, શામજી ધના, મોહન
ડોસાભાઈ, દશરથ છાંગા, રાજેશ કારિયા,
મોહન ઢીલા, ભરત ઢીલા, રવા
લખમણ, મોહન ચાવડા, શિવજી ઢીલા, હીરા મકવાણા, દેવરાજ ગાવિંદભાઈ, દશરથભાઇ, ભચુભાઈ,
લાલજી આહીર, વિષ્ણુદાન ગઢવી, કપિલભાઈ, ભરત ધનાભાઈ, સરપંચો,
આગેવાનો સહિત ખેડૂતોભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.