• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

આડેસર પેટ્રોલિયમ લાઈનમાંથી ક્રૂડ ઓઈલની ચોરી કરવા મુદ્દે ફોજદારી

ગાંધીધામ, તા. 5 :  આડેસરની સીમમાં પેટ્રોલિયમ લાઈનમાં કાંણુ પાડીને ક્રૂડ ઓઈલની ચોરી કરવાનાં કારસ્તાન મુદ્દે બે જણ સામે ફોજદારી ગુનો નોંધાયો હતો. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપી અસગર અલ્લારખા સાયચા,જાવેદ અબુ સાયચાએ પોતાના કબજાનાં ખેતર સર્વે નં.563/1માંથી પસાર થતી આઈ.ઓ.સી.ની પાઈપલાઈનમાંથી બિનઅધિકૃત રીતે ક્રૂડ ઓઈલ કાઢવા માટે  વેલ્ડિંગથી  વાલ્વ ફીટ કર્યો હતો, જેમાંથી  90 લિટર કિં.રૂા. 3600નું ક્રૂડ ઓઈલ લીકેજ થયું હતું. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને માનવ જાતને હાનિ પહોંચાડવાની આ હિલચાલમાં એકમને   કુલ રૂા.3,03,600નું નુકસાન પહોંચ્યુ હતું. આઈ.ઓ.સી.ના ઓપરેશન્સ મેનેજર નીરજકુમાર ઈન્દ્રરાજની  ફરિયાદના આધારે પોલીસે  સાર્વજનિક મિલકતને નુકસાન અટકાવવાના  અધિનિયમ તથા બી.એન.એસ.ની  કલમો તળે ગુનો નોંધીને વધુ તપાસ   આરંભી છે. 

Panchang

dd