• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

ઈ-નગર વેબસાઈટ બંધ થતા ગાંધીધામ મનપાની મેન્યુઅલી વેરા વસુલાત

ગાંધીધામ, તા. 6 : ગાંધીધામ મહાનગરપાલિકામાં મેન્યુઅલી વેરા વસુલાત ની કામગીરી શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારની ઈ-નગર વેબસાઈટ બંધ કરી છે અને પ્રોપર્ટી,પ્રોફેશનલ અને શોપ ડેટા ઇ-નગરમાંથી નવી જીઆઈપીએલ માં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે અને તેના કારણે ઓનલાઇન કામગીરી બંધ છે મહાનગરપાલિકાના ટેક્સ વિભાગમાં વેરો ભરવા આવતા લોકોને કતારમાં ઊભું રહેવું પડે છે.મેન્યુઅલી વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવતી હોવાથી થોડા દિવસ કરતાતાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. જી આઈ પી એલ નું નવું સોફ્ટવેર આવી રહ્યું છે અને આ વેબ બેઇઝ સોફ્ટવેર છે. હાલના સમયે ઈ નગર થી જી આઈ પી એલ એટલે કે ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ માં પ્રોપર્ટી ટેક્સ પ્રોફેશનલ ટેક્સ અને સોફ્ટ વિભાગના ડેટા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. જેના પગલે અનેક વિભાગોની ઓનલાઇન કામગીરી બંધ થઈ ગઈ છે અને મેન્યુઅલી કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે થોડા સમય માટે લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર હાલના સમય વસૂલાત ઉપર ધ્યાન આપી રહ્યું છે આગામી સમયમાં નવી વેબસાઈટ આવી જશે ત્યાર પછી ગાંધીધામ સંકુલના લોકોને ઓનલાઈન તેમજ કચેરી ખાતે વેરા ભરપાઈ કરવા સહિતની કામગીરીમાં સરળતા રહેશે તેવું સૂત્રોએ કહ્યું હતું. ઘણા લાંબા સમયથી મહાનગરપાલિકાની વેબસાઈટ બનાવવાની વાતો હતી પરંતુ હવે ખરેખર કામગીરી થઈ રહી છે અને કમિશનર આવ્યા પછી અલગ અલગ કામગીરીઓ ઝડપથી થઈ રહી છે. 

Panchang

dd