• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

સ્મૃતિને ખસેડીને લૌરા મોખરે

દુબઇ, તા.4 : સાઉથ આફ્રિકી કેપ્ટન અને સ્ટાર બેટર લૌરા વુલફાર્ટએ વર્લ્ડ કપ સેમિ અને ફાઇનલમાં સદી ફટકારી હતી. આથી તે ભારતની ઓપનર સ્મૃતિ મંધાનાને ખસેડીને આઇસીસી મહિલા વન ડે બેટિંગ ક્રમાંકમાં ટોચ પર આવી ગઇ છે.  વુલફાર્ટે સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 169 અને ખિતાબી જંગમાં ભારત સામે 101 રનની ઇનિંગ્સ રમી હતી. વિશ્વ કપના તેના ખાતામાં કુલ પ71 રન રહ્યા હતા. આથી તે 814 રેટિંગ પોઇન્ટ હાંસલ કરીને મહિલા વન ડેની નંબર વન બેટર બની છે.  સ્મૃતિ તેનાથી ફકત 3 અંક પાછળ રહી 811 રેટિંગ સાથે બીજા સ્થાને ખસી ગઇ છે જ્યારે ભારતની જેમિમા રોડિંગ્સની ટોપ ટેનમાં એન્ટ્રી થઇ છે. તેણીએ નવા ક્રમનો કુદકો લગાવીને 10મો ક્રમ હાંસલ કર્યો છે. જેમિમાએ સેમિ ફાઇનલમાં 127 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીએ પણ ફરી ટોપ ટેનમાં જગ્યા બનાવી છે. તે સાતમા ક્રમે છે. ન્યુઝીલેન્ડની કપ્તાન સોફી ડિવાઇન પણ સાતમા નંબર પર છે. બન્નેના 669 રેટિંગ છે. સોફી નિવૃત્તિ જાહેર કરી ચૂકી છે.  બોલિંગ ક્રમાંકમાં દ. આફ્રિકાની મારિજાન કાપ બીજા સ્થાને છે. તે ઇંગ્લેન્ડની સોફી એકલ્સ્ટનથી થોડી જ પાછળ છે. સોફીના 747 અને મારિજાન 712 રેટિંગ છે. વિશ્વ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનનાર ભારતની દીપ્તિ શર્મા ઓલરાઉન્ડર રેન્કિંગમાં એક સ્થાન ઉપર આવી ચોથા નંબર પર છે.  

Panchang

dd