નવી દિલ્હી, તા. 4 : એશિયા કપ-202પ દરમિયાન આચારસંહિતનો ભંગ
કરનાર પાકિસ્તાની ઝડપી બોલર હારિસ રઉફ પર આઇસીસીએ બે મેચનો પ્રતિબંધ મુકયો છે. આથી
તે દ. આફ્રિકા વિરૂધ્ધ ચાલી રહેલી 3 મેચની વન ડે શ્રેણીના આખરી બે મેચ રમી શકશે નહીં. જયારે ભારતીય
કપ્તાન સૂર્યકુમાર યાદવ પર મેચ ફીનો દંડ થયો છે. એશિયા કપ વિવાદ પર આઇસીસીએ આજે આ સજા
જાહેર કરી છે. હારિસ રઉફે એશિયા કપ દરમિયાન બે વખત આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.
તેના પર બે વખત મેચ ફીનો 30 ટકાનો દંડ
થયો હતો. હવે તેના પર આઇસીસીએ બે મેચનો પ્રતિબંધ મુકયો છે. રઉફે ભારત સામેના મેચમાં
ફાઇટર પ્લેન તોડી પાડયાનો ઇશારો કર્યો હતો. જયારે સૂર્યકુમાર યાદવે પાક. સામેની જીત
સાથે ઓપરેશન સિંદુરની જોડી હતી. આથી તેના પર મેચ ફીનો 30 ટકા દંડ થયો છે.