ભુજ, તા. 7 : કચ્છ જિલ્લામાં દિવાળીનાં પર્વ
નિમિત્તે નાગરિકોનાં સ્વાસ્થ્ય અને આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ખોરાક
અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસર એસ. બી. પટેલ તથા એમ.એમ.પટેલનાં માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં સઘન ચાકિંગ ઝુંબેશ હાથ ધરવામાં
આવી હતી. તહેવારોની મોસમમાં બજારમાં મીઠાઈ અને ફરસાણની માંગ અતિશય વધતી હોય છે, ત્યારે નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાસભર અને સુરક્ષિત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુસર તંત્ર દ્વારા આ
વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ મુખ્ય ઔદ્યોગિક
અને વ્યાપારી હબ ગણાતા વિસ્તારો રાપર, ભુજ, નખત્રાણા, મુંદરા, માંડવી અને અંજાર
ખાતે આવેલી મીઠાઈની દુકાનો, ડેરી ફાર્મ અને ફરસાણ હાઉસ પર તપાસ
હાથ ધરવામાં આવી હતી. બજારમાં વેચાતી ખાદ્ય
ચીજવસ્તુઓની ગુણવત્તાની પારદર્શક ચકાસણી માટે 56 જેટલા વિવિધ ખાદ્ય પદાર્થોના
નમૂના એકત્રિત કરીને સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
લેબોરેટરીમાંથી આ નમૂનાઓના પૃથક્કરણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ, જો કોઈ ધંધાર્થી દ્વારા ગુણવત્તાના ધોરણોનો
ભંગ કરાયો હશે તો જિજ અભાનીં જોગવાઈઓ મુજબ સખત કાનૂની અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં
આવશે તપાસ દરમિયાન તમામ વેપારીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સનું ચુસ્તપણે
પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી.