• રવિવાર, 08 નવેમ્બર, 2026

અંજારમાં દુષ્કર્મના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

ગાંધીધામ, તા. 7 : અંજારમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિરક સંબંધ બાંધવાના પ્રકરણમાં આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ કરાયો હતો. અંજાર પોલીસ મથકે આ બનાવ અંગે ગુનો દર્જ થયો હતો. ફરિયાદ મુજબ આરોપી અલ્પેશ વિશ્રામ ઠક્કર પરિણીત હોવા છતાં ફરિયાદીને વિશ્વાસમાં લઈ મિત્રતા, પ્રેમ કરી લગ્નની લાલચ આપી હતી અને પાંચ વર્ષથી 2018 સુધી ફરિયાદી સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી અને ના પાડે તો ભાઈને જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી. બનાવમાં પોલીસે પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બાદમાં આ કેસ અંજારની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરિયાદ પક્ષે મૌખિક, દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. બચાવ પક્ષના વકીલે દલીલોથી મૌખિક, દસ્તાવેજી પુરાવાઓને નિષ્ફળ પુરવાર કર્યા હતા. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધિશે આ આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આરોપી પક્ષે ધારાશાત્રી અનિલ બી. દાસાએ હાજર રહી દલીલો કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd