• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ધર્મ, અર્થ અને મોક્ષનો કુંભમેળો

દક્ષિણ ગંગા તરીકે વિખ્યાત ગોદાવરી નદીનાં તીરે તીર્થનગરી નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ધર્મ ધ્વજ લહેરાયો અને એકવીસથી બાવીસ મહિના ચાલનારા સિંહસ્થ કુંભમેળાના પગરણ થયાં. જો કે, પહેલું અમૃત કે શાહી સ્નાન આવતા વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં હશે. કુંભમેળાનો ધ્વજારોહણ સમારંભ અત્યંત સાદગીપૂર્વક, પારંપરિક રીતે અને બહુ ધામધૂમ વિના યોજાતો રહ્યો છે, પણ આ વખતે તેને ન ભૂતો ન ભવિષ્યતિ એવું ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ગોદાવરીના કાંઠે શંખનાદ અને ગોદાની મહાઆરતીનો વિશ્વ વિક્રમ સર્જાવો તે આ સમારંભની વિશિષ્ટતા રહી. વિરોધી પક્ષોએ ટિપ્પણી કરી છે કે, ભાજપે ધાર્મિક આયોજનને પણ એક ઈવેન્ટનું સ્વરૂપ આપી દીધું છે. જો કે, આ પ્રકારનાં આયોજનો રાજકીય સમર્થકો-વિરોધીઓને સંદેશ આપવાની સાથે સરકારની ક્ષમતાઓ તથા સિદ્ધિઓનું પ્રદર્શન કરવાની તક હોય છે. ટીકા તો એ વાતની પણ થઈ રહી છે કે, મહારાષ્ટ્ર સરકારે કુંભમેળા માટે રૂા. 35 હજાર કરોડની ફાળવણી કરી છે અને અત્યારે રાજ્યમાં દુકાળની પરિસ્થિતિમાં આ ખર્ચ વધુ પડતો છે. જો કે, વિરોધીઓ એ ભૂલી જાય છે કે, કુંભમેળા જેવાં આયોજન પાછળ થતો ખર્ચ અનેક લોકોને રોજગાર પૂરો પાડે છે અને તેના કારણે અનેક ક્ષેત્રોને વેગ મળે છે અને રાજ્યની અર્થવ્યવસ્થાને પણ તેનો લાભ થતો હોય છે. ધર્મ ધ્વજા ફરકી તેની પૂર્વસંધ્યાએ આવેલા સરકારી અહેવાલે જો કે, ચિંતા વધારી મૂકી છે, જે મુજબ ગોદાવરી નદીમાં ઓક્સિજનનું પ્રમાણ શૂન્ય છે. વળી, નાસિકમાં ચાલી રહેલાં વિકાસકાર્યો ખરેખર પૂર્ણ થયા છે કે કેમ? એવો સવાલ પણ ઊભો થયો છે. જો કે, આ આખાં આયોજનને રાજકારણની દૃષ્ટિએ જોવા કરતાં આધ્યાત્મિક રીતે જોવાની જરૂર છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd