• શનિવાર, 07 નવેમ્બર, 2026

અંડર-19 એશિયા કપમાં નેપાળ સામે ભારતનો 10 વિકેટે વિજય

અલ અમેરાત, તા. 6 : એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ 2026માં ભારતીય ટીમે નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. શુક્રવારે અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલા આ એકતરફી મુકાબલામાં નેપાળ તરફથી મળેલા 129 રનના સામાન્ય લક્ષ્યાંકને ભારતે માત્ર 19.1 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના આસાનીથી સર કરી લીધો હતો. રનચેઝ દરમિયાન પૂર્વ દિગ્ગજ ઓપનર વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે પિતાની જેમ સ્ફોટક બાટિંગ કરી હતી. આર્યવીરે 52 બોલમાં અણનમ 70 રન ફટકાર્યા હતા. કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ પણ 63 બોલમાં 53 રનની કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. અગાઉ ટોસ હારીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી નેપાળની ટીમ 42.3 ઓવરમાં 128 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના બોલર ઈશાન સૂદ અને સ્પિનર અર્જુન રાજપૂતે 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે યશવીર ગૌડે 2 તથા કાવ્યા ચૌહાણ અને મનાલ પટેલે 1-1 વિકેટ મેળવી હતી. ભારતીય ટીમ આગામી 8 નવેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd