• રવિવાર, 08 નવેમ્બર, 2026

આજે પણ જવાનો સાથે દિવાળી ઊજવશે મોદી

નવી દિલ્હી, તા. 7 : વડાપ્રધાન મોદીએ ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ સૈનિકો સાથે દિવાળી ઊજવશે. જો કે, તેઓ ક્યાં જશે તેની માહિતી આપી નહોતી. 2025માં વડાપ્રધાન મોદીએ ગોવામાં આઇએનએસ વિક્રાંત પર નૌકાદળના સૈનિકો વચ્ચે દિવાળી મનાવી હતી. ત્યાં  લગભગ 40 મિનિટ સુધી તેમણે પ્રવચન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, નમસ્તે, દિવાળીનું પાવન પર્વ,  આખો દેશ રોશનીથી ઝગમગી રહ્યો છે. પ્રકાશનું આ પર્વ અંધકાર વિરુદ્ધ આપણા સંકલ્પનો પરિચય છે. તમને બધાને દિવાળીની ખૂબ-ખૂબ શુભકામનાઓ. તમારો આવનારો સમય સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે. હું પણ તમારી જેમ ખૂબ ઉત્સાહથી દિવાળી ઊજવું છું. તમે જાણો છો કે, દર વર્ષે દેશના વીર જવાનો વચ્ચે જવાનો મારે નિત્યક્રમ છે. આ વખતે પણ જારી રાખીશ. તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd