• રવિવાર, 08 નવેમ્બર, 2026

કુસ્તી સ્પર્ધામાં ભુજના છાત્રો રાજ્યકક્ષાએ ઝળક્યા

ભુજ, તા. 6 : દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલી 70મી રાજ્ય કક્ષાની શાળાકીય કુસ્તી સ્પર્ધામાં કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ શાનદાર દાવપેચ અને રમતગમત કૌશલ્યનું પ્રદર્શન ત્રણ ગોલ્ડ, 5ાંચ સિલ્વર અને ત્રણ કાંસ્ય સહિત કુલ 11 મેડલ પ્રાપ્ત કર્યા છે. અન્ડર-17 વિભાગમાં ગોરસિયા પ્રથમ હરીશભાઈએ ગોલ્ડ મેડલ, હિરાણી દેવ લાલજીભાઈ અને કેરાઈ તુષાર ભીખાલાલે સિલ્વર મેડલ, જ્યારે વાગડિયા મિલન પરેશભાઈ અને વાઘાણી નીલ લાલજીભાઈએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. અન્ડર-14 વિભાગમાં કેરાઈ ક્રિયાન ખુશાલભાઈ અને વરસાણી મોહિત વિનોદભાઈએ ગોલ્ડ મેડલ, જ્યારે રાબડિયા મિરાવ પ્રવીણભાઈ અને હિરાણી નંદન જેન્તીભાઈએ સિલ્વર મેડલ, જ્યારે અન્ડર-19 વિભાગમાં પિંડોરિયા નિકુંજ નીતિનભાઈએ સિલ્વર મેડલ અને વાઘાણી જિગર મુકેશભાઈએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સિદ્ધિમાં વધારો કર્યો હતો. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારા ખેલાડીઓ દેવગઢ બારિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે વિશેષ તાલીમ મેળવી રહ્યા છે. તાલીમ પૂર્ણ થયા બાદ તેઓ ગુજરાત રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કરીને દિલ્હી ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લેશે. કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરિયા, ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ માવજી ગોરસિયા, નાનજીભાઈ પિંડોરિયા, મેઘજીભાઈ ખેતાણી, રવજીભાઈ નાનજી ગોરસિયા, પ્રેમજીભાઈ હાલાઇ, લક્ષ્મણભાઈ રાઘવાણી, તથા સમસ્ત ટ્રસ્ટીઓ તેમજ આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય અને કુમાર વિદ્યાધામના આચાર્ય તથા ગૃહપિતાએ તમામ વિજેતા ખેલાડીઓ તથા કોચને અભિનંદન પાઠવ્યાં હતાં.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd