ભુજ, તા. 7 : શહેરમાં વિઝાના નામે નારાણપરના
યુવક સાથે 25 લાખની ઠગાઈ કરવામાં આવી હતી.
ભુજ તાલુકાના નારાણપર ગામમાં રહેતા રવીન્દ્રભાઈ રામજી ગાજીપરા નામના યુવાને નોધાવેલી
ફરિયાદ પ્રમાણે હોસ્પિટલ રોડ પર, ભાદરકા
હોસ્પિટલની બાજુમાં શ્રીજી ઇમિગ્રેશનવાળા આરોપી કેતનભાઈ સોલંકીએ ફરિયાદીને વિદેશ મોકલવા
માટે વિઝા બનાવી આપવા પેટે નવેમ્બર 2023થી આજદિન સુધી અલગ-અલગ તારીખે કુલ્લ 25 લાખ રૂપિયા લઈ વિઝા ન બનાવી
આપી રૂપિયા પરત ન કરી ધાકધમકી કરી હતી. બી- ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
છે.