તેલ અવીવ, તા. 7 : ઇઝરાયલના નવા વડાપ્રધાન કોણ
થશે તેનું એલાન આવતીકાલે રવિવારે રાષ્ટ્રપતિ ઇશાક હર્ઝોગ કરશે. સરકાર રચવા માટે 61 સાંસદોનું સમર્થન જરૂરી છે.
આઇઝનકોટના જોડાણને છ પક્ષના 67 સાંસદોએ સમર્થન
આપ્યું છે. વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ પાસે 46 સાંસદોનું સમર્થન છે. એ જોતાં મનાઇ રહ્યું છે કે રાષ્ટ્રપતિ
તેમને સરકાર રચવાનો પહેલો મોકો નહીં આપે. ઇઝરાયલમાં હજુ સુધી કોઇ પણ એક પક્ષને પૂર્ણ
બહુમત નથી મળતો. એ જ કારણ છે કે, હંમેશાં
જોડાણની સરકારો બનતી રહી છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે, આઇઝનકોટ
જોડાણને સમર્થન આપતા છમાંથી ત્રણ યહુદી પક્ષો અરબ પક્ષો સાથે સરકાર બનાવવા માટે તૈયાર
નથી. આઇઝનકોટે પણ ચૂંટણીથી પહેલાં જ અરબ પક્ષોને સરકારમાં સામેલ કરવાનો ઇન્કાર કરી
દીધો હતો. બીજીતરફ અરબ પક્ષોનું કહેવું છે કે, નેતન્યાહુને સત્તા
પરથી હટાવવા માટે આઇઝનકોટનું સમર્થન કરે છે.