• રવિવાર, 08 નવેમ્બર, 2026

ઇન્દિરા પર દબાણ હતું, પૂરો વાંક સંજયનો નહીં : કટોકટી મુદ્દે સોનિયા

નવી દિલ્હી, તા. 7 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી ટૂંક સમયમાં પોતાનાં પુસ્તક મારફતે લોકો સાથે જોડાવા જઈ રહ્યા છે. આ પહેલા સોનિયા ગાંધીએ એક ઇન્ટરવ્યૂ મારફતે દેશના પૂર્વ મુખ્યમંત્રી ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીને લઈને અમુક ખુલાસા કર્યા હતા. કટોકટીના સમયે બન્નેની ભૂમિકા અંગે વાત કરતા સોનિયાએ કહ્યું હતું કે લોકો કટોકટી માટે સંજય ગાંધીને દોષિત ઠેરવે છે પણ આ વાત પૂરી રીતે સાચી નથી.  ઇન્ટરવ્યૂમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી ઉપર તેમના અમુક વરિષ્ઠ સાથીઓનું વધારે દબાણ હતું. સાથે એઁમ પણ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીને પોતાના અમુક નિર્ણયો ઉપર પસ્તાવો હતો. સોનિયા ગાંધીએ કટોકટીને યાદ કરતા કહ્યું હતું કે સ્થિતિ માટે માત્ર સંજય ગાંધી જવાબદાર નહોતા. તેમ છતાં જનતા સંજય ગાંધીને કટોકટી સાથે જોડે છે. હકીકતમાં ઇન્દિરા ગાંધી ઉપર અન્ય લોકોનું પણ દબાણ હતું. તેમની આસપાસ રાજીવ જેવા ઓછા લોકો હતા, જેઓનો દૃષ્ટિકોણ અલગ હતો. ઇન્દિરા ગાંધીએ બાદમાં સાર્વજનિક રીતે કટોકટી સમયે લીધેલા નિર્ણયો અંગે માફી માગી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd