માંડવી, તા. 7 : અહીના સમુદ્ર કિનારે આવેલા
153 મરીન બટાલિયનના કેમ્પમાં ધારાસભ્ય
અનિરુદ્ધભાઈ દવેના નેતૃત્વ હેઠળ માંડવી નગરપાલિકા અને શહેર ભા.જ.પ. સંગઠન દ્વારા દિવાળી
પર્વની ઉજવણી સીમાના સંરક્ષકો સંગાથે કરવામાં આવીહતી. ધારાસભ્યે જવાનોને મીઠાઈ ખવડાવી નૂતન વર્ષની શુભકામના
પાઠવતાં જણાવ્યું હતું કે, સીમા સુરક્ષા
દળના જવાનો સાથે દિવાળી પર્વ ઊજવવું એ રાષ્ટ્રીય એકતાનો સંદેશ છે. સમગ્ર દેશના નાગરિકો
પોતાના પરિવાર સાથે ઘરમાં દીવા પ્રગટાવતા હોય છે ત્યારે આપણા દેશના સીમા સુરક્ષા દળના
જવાનો માઈનસ ડિગ્રી તાપમાન અથવા ધગધગતા રણમાં દેશની સુરક્ષા કાજે ખડેપગે તૈનાત રહે
છે. એ ત્યાગ અને સમર્પણની ભાવના દર્શાવે છે. પાલિકા અધ્યક્ષા વર્ષાબેન જોષીએ સીમા સુરક્ષા
દળના જવાનોને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે સીમા સુરક્ષા દળના હે. કો.મુલ્લા
અસલમ,હે. કો. ઝોદાર અલી, કો. આનંદ એમ.,કો. સપિન કબીર,કો. વિઠ્ઠલ તમન્ના, કો.મો. સૈફુલ વગેરેનું ધારાસભ્ય, ધ્યક્ષા, કારોબારી ચેરમેન વિજય ગઢવી, સત્તા પક્ષના નેતા વિજય ચૌહાણ,
શહેર ભા. જ. પ. પ્રમુખ દર્શનગિરિ ગોસ્વામી, પૂર્વ
અધ્યક્ષ હરેશ વિંઝોડા વગેરેએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં નગરસેવકો
મહેશભારથી ગોસ્વામી, મલય લાલન, પુનિત રાજગોર,
દીપક ફુફલ, શંકર જુવળ, પ્રિયાબેન
જાની, જયશ્રીબેન મહેશ્વરી, શીતલબેન મકવાણા,
પૂર્વ અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી, નરેન સોની,
નેહાબેન ગઢવી, કાસમ જાફરાબાદી, આધમ શીરૂ, ભૂપેન્દ્ર સલાટ, હરપાલાસિંહ
જાડેજા, ઇજાજ શીરૂ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.