• સોમવાર, 27 જુલાઈ, 2026

પ્રોજેક્ટ રોશની દ્વારા 3300 લોકોને મળી નવી દૃષ્ટિ

ભુજ, તા. 26 : કચ્છના સરહદી અને અંતરિયાળ ગામડાંઓના પ્રત્યેક નાગરિકને ઘરઆંગણે જ અત્યાધુનિક નેત્ર સારવાર મળી રહે અને કોઈ પણ વ્યક્તિ અંધત્વનો ભોગ ન બને તેવા ઉદ્દેશ સાથે કાર્યરત `પ્રોજેક્ટ રોશની' દ્વારા વધુ એક સેવાનું સોપાન સર કરાયું છે. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર (લેવા પટેલ હોસ્પિટલ) આયોજિત અને કચ્છમિત્ર પ્રાયોજિત 27મા નિ:શુલ્ક નેત્રયજ્ઞનું લેવા પટેલ હોસ્પિટલમાં આયોજન કરાયું હતું. કેમ્પનો પ્રારંભ અવસરે કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયાટ્રસ્ટના મંત્રી મનજીભાઈ પિંડોરિયા, દાતા ટ્રસ્ટી નાનજીભાઈ પિંડોરિયા, દાતા ટ્રસ્ટી લક્ષ્મણભાઈ રાઘવાની, દાતા ટ્રસ્ટી રવજીભાઈ ગોરસિયા, સમાજના મંત્રી કરસનભાઈ મેપાણી, ટ્રસ્ટી વિનોદભાઈ પિંડોરિયા, કોર કમિટીના સભ્ય જાદવજીભાઈ હીરાણી, દાતા જાદવજીભાઈ હાલાઈ, રામજીભાઈ સેંઘાણી અને કચ્છમિત્ર પરિવાર તરફથી વ્યવસ્થાપક હુસેનભાઈ વેજલાણી ઉપસ્થિત રહ્યા હતા. 27મા રોશની કેમ્પના મુખ્ય દાતા સ્વ. માતા વાલબાઈ કાનજી વેકરિયા, સ્વ. પિતા કાનજી કરસન વેકરિયાના પુત્ર લાલજી કાનજી વેકરિયા, પુત્રવધૂ સામબાઈ, પુત્ર રવજી કાનજી વેકરિયા, પુત્રવધૂ વીરબાઈ, દાતા પરિવારના સભ્યો રમેશ લાલજી વેકરિયા, વનીતાબેન રમેશભાઈ વેકરિયા, કચ્છી લેવા પટેલ યુવક સંઘ પ્રમુખ જયંતીભાઈ રવજી વેકરિયા, ચંપાબેન જયંતી વેકરિયા તથા પરિવારના શુભ ચિંતક કિશોરભાઈ વેકરિયા, લક્ષ્મણભાઈ હીરાણી ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના મંત્રી મનજીભાઈ પિંડોરિયા દ્વારા હોસ્પિટલમાં ઉપલબ્ધ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ તાજેતરમાં શરૂ કરાયેલી નવી સારવારો જેવી કે સ્કીન, ઈ.એન.ટી., કિડની વિભાગ અને અત્યાધુનિક ક્રિટિકલ કેર યુનિટ વિશે માહિતી આપી હતી. પ્રોજેક્ટ રોશની હેઠળ અત્યાર સુધી 8000થી વધુ  દર્દીની તપાસ અને 3300 દર્દીના ઓપરેશનની આંકડાકીય વિગતો અપાઈ હતી. કચ્છમિત્રના મદદનીશ વ્યવસ્થાપક હુસેનભાઈ વેજલાણીએ કચ્છમિત્રના મીડિયા સહયોગ અને લોકજાગૃતિ માટે આ કેમ્પમાં કચ્છમિત્રનાં યોગદાન વિશે વાત કરી હતી. કેમ્પમાં સેવા આપનાર સેવાભાવી ડોક્ટરો ડો. ધવલ શાહ અને ડો. ભરત વરસાણીએ 204 દર્દીની તપાસ કરી હતી, તેમાંથી 89 જેટલા દર્દી મોતિયાનાં ઓપરેશન તથા 7 જેટલા દર્દીને વેલની સારવાર તથા પ્રોસિઝર માટે તારવ્યા હતા, આ તમામની સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર શક્ય બનશે. લેવા પટેલ હોસ્પિટલની ક્લિનિકલ અને મેનેજમેન્ટ ટીમના સભ્યોએ કેમ્પની વ્યવસ્થા સંભાળી હતી. 

Panchang

dd