વોશિંગ્ટન, તા. 26 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના
વહીવટીતંત્રે ઉચ્ચ કુશળ વિદેશી કર્મચારીઓ માટેના નવા ઇં-1ઇ વિઝા પર 96 લાખ 57 હજાર રૂપિયા ($ 1,00,000)ની
આકરી ફી વસૂલવાના ફેંસલાને ફેડરલ અપીલ્સ કોર્ટે ફગાવી દીધો છે. કોર્ટના આ ચુકાદાથી
ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો આંચકો લાગ્યો છે.
ટ્રમ્પ પ્રશાસને અમેરિકી નાગરિકોના બદલે વિદેશી કર્મચારીઓની ભરતી કરતી કંપનીઓને
ઉત્સાહિત થતી રોકવા માટે ઇં-1ઇ વિઝા ફીમાં
ભારે વધારાની જાહેરાત કરી હતી. બોસ્ટન સ્થિત ફર્સ્ટ યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે 20 ડેમોક્રેટિક રાજ્યો દ્વારા
કરવામાં આવેલી અરજી પર નીચલી કોર્ટના 8 જૂનના ચુકાદાને યથાવત્ રાખ્યો છે. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે, આ ફી એક ગેરકાયદેસર ટેક્સ સમાન છે, જેને અમેરિકી સંસદ (કોંગ્રેસ) દ્વારા ક્યારેય અધિકૃત કરવામાં આવી નથી. યુએસ
એચ-વનબી ફી વધારો ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ લિયો સોરોકિને પણ તારણ કાઢ્યું હતું કે,
એક્ઝિક્યુટિવ બ્રાન્ચે પોતાના અધિકારોનો અનાદર કર્યો છે. સપ્ટેમ્બર 2025માં જાહેર કરવામાં આવેલી આ
નીતિ બાદ નવી ઇં-1ઇ અરજીઓની
માંગમાં મોટો ઘટાડો નોંધાયો હતો. કોર્ટના દસ્તાવેજો મુજબ, ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં યુએસસીઆઈએસ (ઞજઈઈંજ)ને
આ નવી ફી માળખાં હેઠળ ખૂબ જ ઓછી ચૂકવણીઓ મળી હતી. જો કે, આ 96.57 લાખ રૂપિયાની ફી પહેલાથી જ
સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં રહેતાં વિદેશી નાગરિકોને લાગુ પડતી ન હતી. મસાચુસેટ્સના
એટોર્ની જનરલ એન્ડ્રિયા જોઈ કેમ્પબેલે અપીલ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો હતો અને તેને
ઉચ્ચ કુશળ વિદેશી કર્મચારીઓ પર નિર્ભર કંપનીઓ માટે મોટી જીત ગણાવી હતી. તેમણે ઉમેર્યું
કે આ નિર્ણયથી શિક્ષણ, આરોગ્ય સંભાળ
અને તબીબી સંશોધન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં કર્મચારીઓની અછતને પહોંચી વળવામાં
મદદ મળશે. ઇં-1ઇ વિઝા પ્રોગ્રામ
એવા ઉચ્ચ કુશળ વિદેશી કર્મચારીઓ માટે છે જેમના માટે અમેરિકી કંપનીઓને સ્થાનિક સ્તરે
યોગ્ય અમેરિકી કર્મચારીઓ મળતા નથી. આ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે 65,000 વિઝા આપવામાં આવે છે.