ગાંધીધામ, તા. 26 : ભુજની અદાલતે ભરણપોષણ ચૂકવવા
માટે આપેલા આદેશની અમલવારી ન કરનારાને અદાલતે
સજા ફટકારી હતી. દરમ્યાન રાપર પોલીસે સજા વોરંટના આધારે જેલ હવાલે કર્યો હતો. ભુજ ફેમિલી
કોર્ટના ન્યાયાધીશ દ્વારા ભરણપોષણ પેટે આરોપી હનીફ કારૂ સોઢા (રહે. સમાવાસ, રાપર)ને
12 મહિનાનાં ભરણપોષણની રકમ 60 હજાર ચૂકવવાનો આદેશ
અપાયો હતો. ત્યારબાદ આ શખ્સે નાણાં ચૂકવ્યા
ન હતાં. અદાલતે આ આરોપીને કસૂરવાર ઠરાવીને 180 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. રાપર પોલીસે આ આરોપીને પકડીને પાલારા-ભુજ જેલ હવાલે કર્યો હતો.