ભુજ, તા. 26 : માંડવીમાં યુવતીને પ્રેમજાળમાં
ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધી અને બે વાર ગર્ભવતી બનાવી લગ્ન ન કરતાં
આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે ગઈકાલે માંડવી પોલીસ મથકે ભોગ બનનાર યુવતીએ
આરોપી જુબેર રમજાન કેર (રહે. સુમરાવાસ, માંડવી) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી જુબેરે ફરિયાદી યુવતી સાથે પ્રેમ
કરી તેની સાથે જ લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી અવારનવાર અલગ-અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધી
ફરિયાદી યુવતીને બે વાર ગર્ભવતી કરી હતી અને
ગર્ભ ભોગ બનનાર પાસે ગોળી વડે પડાવી દઈ આરોપીએ લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આમ
ફરિયાદી યુવતીની જિંદગી બરબાદ કર્યા અંગેની ફરિયાદ લખાવતાં પોલીસે બીએનએસની કલમ 69, 89 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી
હાથ ધરી છે.