મસ્કત, તા. 26 : ભારતીય સબ જુનિયર પુરુષ હોકી
ટીમે એફઆઇએચ યૂથ હોકી-ફાઇવ એશિયન ચેમ્પિયનશિપમાં પરંપરાગત હરીફ પાકિસ્તાનને 3-1 ગોલથી હાર આપીને ચેમ્પિયન બની
છે. જ્યારે આ જ સ્પર્ધાના મહિલા વિભાગમાં ભારતીય ટીમને રનર્સઅપ બની રજત ચંદ્રકથી સંતોષ
માનવો પડયો હતો. પુરુષ વિભાગની ફાઇનલમાં ભારતીય યુવા ટીમે શરૂઆતથી જ આક્રમક રમત રમી
હતી. મેચની પાંચમી મિનિટે રોમિત પાલે ભારત તરફથી પહેલો ગોલ કર્યો હતો. બીજા હાફમાં
કેતન કુશવાહાએ 12મી મિનિટે અને તેની એક મિનિટ પછી શાહરૂખ
અલીએ ગોલ કરીને ભારતની સરસાઇ 3-0 કરી દીધી
હતી. પાકિસ્તાન તરફથી 16મી મિનિટે
મોહમ્મદ અબ્બાસે ગોલ કરી હારનું અંતર ઓછું કર્યું હતું. મહિલા વિભાગની ફાઇનલમાં ભારતીય
ટીમ ચીન વિરુદ્ધ 2-4 ગોલથી હારી
હતી અને રજત ચંદ્રક જીતી વર્લ્ડ કપ માટે કવોલીફાય થઇ હતી.