• સોમવાર, 27 જુલાઈ, 2026

પેપર લીક બાદ હવે ઈ-20 સામે આંદોલન

નવી દિલ્હી, તા. 26: નીટ પેપર લીક બાદ હવે ઈ-20 ઈંધણની નીતિના વિરોધમાં આંદોલન છેડાશે. `ટીમ ભારત'ના સંસ્થાપક તહસીન પુનાવાલાએ નવાં આંદોલનનું એલાન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ઈ-20 ઈંધણનીતિ સૌથી ખરાબ રીતે લાગુ કરાયેલી નીતિઓમાંની એક છે. નીતિમાં સુધારો કરાય તો 80થી 90 રૂપિયે લિટર શુદ્ધ પેટ્રોલ મળી શકે. આ જ માગણી સાથે પુનાવાલાએ 31મી જુલાઈનાં `ગાડી કૂચ, ગાંધી કૂચ' યોજવાની ઘોષણા કરી હતી. તહસીને લોકોને આ આંદોલનમાં જોડાવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, આ નાગરિકોના અધિકાર અને પસંદનો સવાલ છે. `ગાડી કૂચ, ગાંધી કૂચ' ઈન્ડિયા ગેટથી શરૂ થશે અને સંસદ માર્ગ પરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને હરદીપ પુરીના કાર્યાલય તેમજ આવાસ બહાર પહોંચશે. વર્તમાન વ્યવસ્થામાં લોકોને પોતાની જરૂરત મુજબ ઈંધણ પસંદ કરવાનો વિકલ્પ મળવો જોઈએ. નીતિના તમામ દસ્તાવેજ જાહેર થવા જોઈએ તેવું પુનાવાલાએ જણાવ્યું હતું. `ટીમ ભારત'ના સ્થાપકે કહ્યું હતું કે, આ અભિયાન માત્ર ઈંધણની કિંમતનો મુદ્દો નથી, પરંતુ નીતિમાં પારદર્શકતા લાવવાની માંગ પણ છે. 

Panchang

dd