દુબઇ તા.26 : આઇસીસી ટી-20 ક્રમાંકમાં ભારતીય ટીમ ફરી
ટોચના સ્થાને પહોંચી છે. ઝિમ્બાબ્વે સામેના ઉપરાઉપરી બે મેચની જીતનો ફાયદો ટીમ ઈન્ડિયાને
થયો છે અને ઈંગ્લેન્ડને ખસેડી ફરી ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ઇંગ્લેન્ડ સામેની
પાછલી ટી-20 શ્રેણીમાં શ્રેયસ અય્યરની ટીમે
0-4થી શ્રેણી હાર સહન કરી હતી.
આથી બીજા ક્રમે ટીમ ઈન્ડિયા ખસી ગઇ હતી. આ પછી ઝિમ્બાબ્વે સામે પહેલી ટી-20 મેચમાં 7 વિકેટે અને બીજી મેચમાં 90 રને શાનદાર વિજય હાંસલ કરીને
ટીમ ઇન્ડિયા ફરી ટી-20 ક્રમાંકમાં
નંબર વન બની છે. જયારે આઇસીસી ટી-20 બેટિંગ ક્રમાંકમાં ઇશાન કિશન 892 રેટિંગ પોઇન્ટ સાથે ટોચ પર
યથાવત છે. તેના પછી અભિષેક શર્મા (8પ8)નો નંબર આવે
છે. 733 અંક સાથે તિલક વર્મા આઠમા ક્રમે
છે. ટોપ ટેન બોલરમાં વરૂણ ચક્રવર્તી ભારતનો એકમાત્ર ખેલાડી છે. તે 683 રેટિંગ સાથે પાંચ નંબર પર છે.