• સોમવાર, 27 જુલાઈ, 2026

શાબાશ મીરાબાઈ... સ્વર્ણિમ હેટ્રિક

ગ્લાસગો, તા. 26 :  ભારતની શ્રેષ્ઠ વેઇટ લિફટર પૈકીની એક મીરાબાઇ ચાનુએ ઈતિહાસ સર્જ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઇ ચાનુએ અફલાતૂન પ્રદર્શનથી ગોલ્ડન હેટ્રિક બનાવી છે. ગ્લાસગો ગેમ્સમાં મીરાબાઇ ચાનુ મહિલાઓના 48 કિલો વજન જૂથમાં કુલ 190 કિલો વજન ઊંચકીને પહેલા સ્થાને રહી હતી અને સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો. મેડલ સેરેમનીમાં ભારતના રાષ્ટ્રગાન વખતે ભાવુક મીરાબાઇ તેના આંસુ ખાળી શકી ન હતી. મીરાબાઇએ અગાઉ 2018 અને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પણ સુવર્ણ ચંદ્રક કબજે કર્યા હતા. કોમનવેલ્થમાં આ તેનો કુલ ચોથો ચંદ્રક છે. બીજાં સ્થાને રહેલી નાઈજીરિયાની રૂથ એસ્યુકો 168 કિલો વજન ઉપાડી શકી હતી. તેના અને ચાનુ વચ્ચે 22 કિલોનો મોટો ફરક હતો. બીજી તરફ પુરુષોના 60 કિલોમાં ભારતના ઋષિકાંત સિંહે શાનદાર પ્રદર્શન કરીને રજત ચંદ્રક જીત્યો હતો. 

Panchang

dd