ભુજ, તા. 26 : કચ્છ જિલ્લા મજદૂર વિકાસ મંચ
(ટ્રેડ યુનિયન)ના નેજા હેઠળ વર્ષોથી પોતાના હક માટે કાનૂની જંગ લડી રહેલા ગુજરાત સરકારના
વન (ફોરેસ્ટ) વિભાગના રોજમદાર કામદારોને આખરે નિર્ણાયક ન્યાય મળ્યો છે. આ કેસની મૂળ
હકીકત એ છે કે, નલિયા વન નોર્મલ વિભાગના
કામદારોને વર્ષોથી કાયમી કરીને કાયમીના લાભો મળતા ન હોવાના કારણે કામદારોએ ભુજ મુકામે
કચ્છ જિલ્લા મજદૂર વિકાસ મંચના પ્રમુખ દર્શક અંતાણીને મળી ભુજની મજૂર અદાલત સમક્ષ રેફરન્સ
એલસીડી દાખલ કરેલી હતી, જે મંજૂર કરી અને કામદારોને કાયમી કરી
અને કાયમીના લાભો અને પરિપત્ર મુજબ એરિયસ ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ અરજીમાં અરજદારો
વતી લેબર કોર્ટમાં એડવોકેટ તરીકે યોગેશ મહેતા અને હાઇકોર્ટમાં શિવાંગ શાહે દલીલો કરી
હતી.