• સોમવાર, 27 જુલાઈ, 2026

અનાહતે રચ્યો ઈતિહાસ

ઓન્ટારિયો (કેનેડા) તા. 26 : અનાહત સિંહ ઈતિહાસ રચીને જૂનિયર સ્ક્વોશ વર્લ્ડ કપ ચેમ્પિયન બનનાર ભારતની પહેલી ખેલાડી બની છે. ફાઇનલ મુકાબલામાં અનાહત સિંહે ઇજીપ્તની ખેલાડી રુકય્યા સાલેમને 11-3, 11-7 અને અને 11-9 પોઇન્ટથી હાર આપી ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી અને જૂનિયર સ્ક્વોશ વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો હતો. અનાહતની જીત એટલા માટે ખાસ બની હતી કે 21 વર્ષ બાદ ભારતની કોઇ ખેલાડી આ સ્પર્ધાના ફાઇનલમાં પહોંચી હતી. અગાઉ 200પમાં જોશના ચિનપ્પા ફાઇનલમાં પહોંચી હતી. અનાહત સિંહે જૂ. વર્લ્ડ સ્ક્વોશ ચેમિપયનશીપમાં શરૂઆતથી દબદબો બનાવ્યો હતો. તે કુલ 6 મેચ રમી હતી અને ફકત ગેમ જ ગુમાવી હતી. ફાઇનલમાં પણ શાનદાર દેખાવ કરીને વિશ્વ નંબર બે ઇજીપ્તની ખેલાડી સામેલને 3-0થી હાર આપી ખિતાબ કબજે કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ વિજેતા ભારતીય ખેલાડી અનાહત સિંહની સિધ્ધિને બિરદાવી છે. 

Panchang

dd