ગુંદાલા, તા. 5 : ગુંદાલા ગામમાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો પાણી પુરવઠાનો
ઓવરહેટ ટાંકો છેલ્લા બે વર્ષથી સંપૂર્ણ તૈયાર હોવા છતાં હજુ સુધી પાણી પુરવઠાની લાઈન
સાથે જોડવામાં આવ્યો નથી. પરિણામે ગામના લોકોને નવા ટાંકાનો કોઈ લાભ ન મળ્યાની ફરિયાદ
ઊઠી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ટાંકો
તૈયાર હોવા છતાં તેને કાર્યરત કરવામાં વિલંબ થયો છે. નિયમિત અને પૂરતો પાણી પુરવઠો મળવામાં મુશ્કેલીઓનો
સામનો કરવો પડી રહ્યો છે. લાખોનાં જાહેર નાણાંનાં ખર્ચ બાદ પણ યોજના અમલમાં ન આવતાં
લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સંબંધિત વિભાગ અને ઉચ્ચ અધિકારીઓને આ
મામલે તાત્કાલિક ધ્યાન આપી ટાંકાને જરૂરી જોડાણ આપી વહેલી તકે કાર્યરત કરવાની માંગ
કરી હતી.