ફિલાડેલ્ફિયા/હ્યુસ્ટન, તા. પ : સ્ટાર
સ્ટ્રાઇકર કિલિયન એમ્બાપેના પેનલ્ટી ગોલની મદદથી પરાગ્વેને હાર આપી ફ્રાન્સનો કવાર્ટર
ફાઇનલમાં પ્રવેશ થયો છે, જ્યારે લડાયક
મોરક્કોએ સહયજમાન ટીમ કેનેડા વિરુદ્ધ બીજા હાફમાં 3 ગોલ કરી જીત હાંસલ કરી હતી અને અંતિમ-8માં જગ્યા બનાવી હતી. હવે સેમિફાઇનલમાં
પહોંચવા માટે ગુરુવારે ફ્રાન્સ-મોરક્કોની ટક્કર થશે. પાછલા વર્લ્ડકપની સેમિફાઇનલમાં
બન્ને વચ્ચે ટક્કર થઇ હતી. ત્યારે ફ્રાન્સનો 2-0થી વિજય થયો હતો. આ વખતે બન્ને ટીમ કવાર્ટરમાં આમને-સામને હશે.
ભીષણ ગરમી વચ્ચે રમાયેલી રાઉન્ડ-16ની મેચમાં
ફ્રાન્સ અને પરાગ્વે વચ્ચે કસોકસની ટક્કર જોવા મળી હતી. મેચની નિર્ણાયક ક્ષણ 70મી મિનિટે આવી હતી. રેફરીએ વીએઆરની મદદથી
ફ્રાન્સને પેનલ્ટી આપી હતી. કિલિયન એમ્બાપેએ આ મોકો ગુમાવ્યો નહીં અને પરાગ્વેના ગોલકીપર
ઓરલેન્ડો ગિપને થાપ આપીને ગોલ કરી દીધો. 1-0ની આ સરસાઇ અંત સુધી ફ્રાન્સ જાળવી રાખવામાં સફળ રહ્યંy હતું અને પરાગ્વેને હાર આપી ક્વાર્ટર ફાઇનલમાં
જગ્યા બનાવી હતી. - 7 ગોલ સાથે એમ્બાપે મેસ્સીની બરોબરી પર : એમ્બાપેએ વર્તમાન વિશ્વકપમાં સાતમો ગોલ કર્યો હતો
અને ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સીની બરાબરી પર આવી ગયો હતો. જો કે, મેચ બાદ એમ્બાએ અને પરાગ્વેના ખેલાડીઓ વચ્ચે
ઘર્ષણનો માહોલ પણ સર્જાયો હતો. રાઉન્ડ-16ની પહેલી મેચમાં સહયજમાન ટીમ કેનેડાની સફર સમાપ્ત થઇ હતી. તેની
સામે મોરક્કોનો 3-0 ગોલથી જોરદાર
વિજય થયો હતો. મોરક્કો તરફથી સ્ટાર મિડફિલ્ડર અજેદીન ઔનાહીએ બે ગોલ પ0 અને 82મી મિનિટે કર્યા હતા, જ્યારે સબસ્ટીટયૂટ ખેલાડી સુફિયાન રહીમીએ ઇન્જરી ટાઇમ (98 મિનિટ)માં ગોલ કર્યો હતો. આ
જીતથી મોરક્કો કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું.