• સોમવાર, 06 જુલાઈ, 2026

રવાપર-લખપત માર્ગે ઓવરલોડ ખનિજ વહન કરતું આઈવા જપ્ત

ભુજ, તા. 5 : નખત્રાણા તાલુકાના રવાપર-લખપત ધોરીમાર્ગે એસ્સાર પેટ્રોલપંપ પાસે ઓવરલોડિંગ બ્લેકટ્રેપ (ખનિજ)નું વહન કરતાં આઈવાને જપ્ત કરવામાં આવ્યું હતું. આજે સવારે જિલ્લા કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ નખત્રાણાના મદદનીશ કલેક્ટર દ્વારા ચાલતી તલાશી કામગીરી દરમ્યાન રવાપર-લખપત માર્ગે એસ્સાર પેટ્રોલપંપ પાસેથી પસાર થતાં બ્લેકટ્રેપ ખનિજ વહન કરતા આઈવા નં. જીજે-17-એક્સએક્સ-7004ને રોકાવી ચકાસતાં ઓવરલોડિંગ જણાતાં નખત્રાણા મામલતદારની ટીમને જપ્તીની કાર્યવાહી માટે સોંપાયું હતું. 27 લાખના આઈવા સહિત કુલ રૂા. 27,93,600નો મુદ્દામાલ જપ્ત કરી નખત્રાણા પોલીસને કબજો સોંપાયાનું નખત્રાણા મામલતદાર આર.ડી. પટેલે અખબારી યાદીમાં જણાવ્યું હતું. - વરસામેડી : તમંચાથી આત્મહત્યાની ધમકી આપનાર શખ્સની અટક : ગાંધીધામ, તા. પ : અંજારના વરસામેડીમાં પોતાની પત્નીને મારવાની ધમકી આપી તથા પોતે મરી જશે તેવી ધમકી આપનાર શખ્સને તમંચા સાથે પોલીસે પકડી પાડયો હતો. વરસામેડીના બાગેશ્રી નગર-1-ઓમનગરમાં રહેનાર ફરિયાદી જ્યોતિબેને 15 વર્ષ પહેલાં મનોજ જાદવ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. દામ્પત્ય જીવનમાં તેમને બે સંતાન પ્રાપ્ત થયા છે. ફરિયાદી મહિલા છેલ્લા પાંચેક વર્ષથી પોતાના પતિથી અલગ રહે છે. આજે સવારે ફરિયાદી પાણીની મોટર ચાલુ કરવા નીચે જતાં ત્યાં તેનો પતિ મનોજ જાદવ બેઠો હતો અને તું મને કેમ તારી સાથે રહેવા નથી દેતી તેમ કહી ગાળાગાળી કરી માર મારવાની ધમકી આપતાં ફરિયાદીએ રૂમનો દરવાજો બંધ કરી નાખ્યો હતો. તેવામાં આ શખ્સે પોતાની પાસે તમંચો છે ને ચલાવીને હું મરી જઈશ તેવી ધમકી આપતાં મહિલાએ 112માં ફોન કરતાં પોલીસે ત્યાં દોડી આવી આ શખ્સને તમંચા સાથે પકડી પાડયો હતો. તેની સામે ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.  

Panchang

dd