માંચેસ્ટર, તા. પ : ભારતીય સ્પિનર અક્ષર પટેલે ઇંગ્લેન્ડ
સામેના બીજી ટી-20 મેચ દરમિયાન
વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. ટી-20 ઇન્ટરનેશનલ
ફોર્મેટમાં 100 વિકેટ પૂરી કરનારો અક્ષર પટેલ
ભારતનો પહેલો સ્પિન બોલર બન્યો છે. ભારત તરફથી ટી-20 ઇન્ટરનેશનલમાં ઓવરઓલ કુલ 4 બોલરના નામે 100 કે તેથી વધુ વિકેટની ઉપલબ્ધિ છે. અક્ષર પટેલે તેના 98મા ટી-20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ પૂરી કરી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકની વિકેટ ઝડપી
તેણે 100 વિકેટનો રેકોર્ડ બનાવ્યો હતો.
ટી-20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી
વધુ 131 વિકેટ અર્શદીપ (87 મેચ)ના નામે છે. જસપ્રિત બુમરાહે
9પ મેચમાં 121 વિકેટ લીધી છે. જયારે હાર્દિક
પંડયાએ 138 મેચમાં 114 વિકેટ લીધી છે. આ ત્રણેય ઝડપી
બોલર છે. હવે સ્પિનર અક્ષર પટેલના નામે 98 મેચમાં 100 વિકેટ થઇ
છે.