• સોમવાર, 06 જુલાઈ, 2026

ગાંધીધામ રેલવે મથકેથી દારૂ સાથે શખ્સની અટક

ગાંધીધામ, તા. 5 : શહેરના રેલવે મથકે બેગમાં દારૂ ભરીને આવેલા શખ્સને પકડી પાડી તેની પાસેથી 22,297ની 24 બોટલ જપ્ત કરાઇ હતી. શહેરના રેલવે મથકે આજે સવારે રેલવે પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન કચ્છ એક્સપ્રેસ ટ્રેન આવતાં ભચાઉ તરફનો એક શખ્સ બેગ લઇને ઉતાવળમાં પડી જતાં પોલીસને શંકા જતાં આ શખ્સને રોકાવ્યો હતો અને તેની બેગમાંથી દારૂ મળી આવતાં મહારાષ્ટ્રના પ્રેમકુમાર પ્રકાશ પંડિતની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 750 મિ.લિ.ની 24 બોટલ કિંમત રૂા. 22,297નો શરાબ જપ્ત કરાયો હતો. આ શખ્સ કોને દારૂ આપવા આવ્યો હતો તે બહાર આવ્યું નથી. - આમરડીમાં કિશોરી સાથે અડપલાં અંગે પોલીસ ફરિયાદ : ગાંધીધામ, તા. 5 : ભચાઉના આમરડીમાં કિશોરીને સોશિયલ મીડિયા પર વાત કરવાનું કહી બાદમાં શારીરિક અડપલાં કરતાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાઇ હતી. આમરડીમાં રહેનાર શબ્બીર કાસમ ત્રાયા નામના શખ્સે એક કિશોરીને સોશિયલ મીડિયા પર વાતો કરવાનું કહેતાં કિશોરીએ તેની ના પાડી હતી. તેણે ભોગ બનનારને મારી નાખવાની ધમકી આપી બાદમાં ગત તા. 4/7ના મોડીરાત્રે કિશોરીના ઘરે જઇ બળજબરીપૂર્વક શારીરિક અડપલાં કર્યાં હતાં અને બનાવના ફરિયાદીને પથ્થર વડે માર માર્યો હતો. તેની સાથે જિગર દિનેશ બારિયા નામનો શખ્સ પણ આવ્યો હતો. આ બંને સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd